દર પાંચ સેકન્ડમાં ઍક બાળકનું મોત ભૂખમરાથી થઈ રહ્નાં છેઃ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ

 

યુનાઈટેડ નેશન્સની સંસ્થા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડા ડેવિડ બેસ્લીઍ ચિંતા વ્યક્ત કરતા કહ્નાં હતું કે ૪૫ દેશોના પાંચ કરોડ કરતાં વધુ લોકો ભૂખમરાથી પીડિત છે. ઍટલું નહીં, આંકડાંમાં ઘટાડાને બદલે વધારો થઈ રહ્ના છે. વિવિધ કારણોથી ભૂખમરાની સમસ્યા વકરી ગઈ છે. યુદ્ધક્લાઈમેટ ક્રાઈસિસકોરોના મહામારી વગેરેઍ માનવજાતિ માટે મુશ્કેલી સર્જી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડા ડેવિડ બેસ્લીઍ કહ્નાં હતું ૨૭ કરોડ કરતાં વધુ લોકો ઍક ટંક ખાવાનું ક્યાંથી અને કેવી રીતે મળશે તેની સામે ઝઝૂમી રહ્ના છે. તેમને ખબર હોતી નથી કે હવે પછીનું ભોજન તેમને કેવી રીતે મળશે. તેમની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. તેમણે દાવો કર્યો હતો કે દુનિયામાં દર પાંચમી સેકન્ડે ઍક બાળક ભૂખમરાથી મૃત્યુ પામે છે. કોરોના મહામારી, યુદ્ધની સ્થિતિ, દુનિયાભરમાં અલગ અલગ સ્થળોઍ અરાજકતા, આતંકવાદ, ક્લાઈમેટ ક્રાઈસિસ, મોંઘવારી, બેરોજગારી વગેરેના કારણે કરોડો લોકો ભૂખમરામાં ધકેલાઈ રહ્ના છે. ડેવિડ બેસ્લીઍ દુનિયાભરના સદ્ધર દેશોને અપીલ કરી હતી કે ખોરાકની અછત સામે યુદ્ધના ધોરણે લડવાની જરૂર છે. જો ૨૧મી સદીમાં દુનિયા સામે ભૂખમરાની સમસ્યા હોય તો આજની માનવજાત માટે શરમજનક બાબત ગણાય. તેમણે ટોચના ઉદ્યોગપતિઓને ભૂખમરા સામે લડવા માટે દાનનો પ્રવાહ વહાવવાની અપીલ પણ કરી હતી. ખાસ તો ખાડી દેશોના ધનવાનોને સંકટમાંથી નીકળવા મદદ કરવાનું આહ્વાહન આપ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here