દુનિયાના વિવિધ દેશોમાં 2024ના નવા વર્ષની શાનદાર ઉજવણી

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં 2024ના વર્ષની ભવ્ય અને િદવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂ ઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ કરવામાં આવી હતી, જ્યારે ભારત સહિત અન્ય દેશમાં રાતના 12 વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. લોકો નવા વર્ષને વધાવવા માટે ઉત્સુક હતા, ત્યારે જૂના વર્ષની ભૂલોને ભૂલીને નવા વર્ષમાં સફળતાના શિખરો સર કરવાની સૌને શુભેચ્છા પાઠવી હતી. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શાનદાર આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી બે કલાક પછી શરૂ થઈ હતી. ઓકલેન્ડના હવામાન વિભાગ દ્વારા વરસાદના એલર્ટ વચ્ચે લોકોએ ઉજવણી કરી હતી. દસ સેકન્ડના કાઉન્ટ ડાઉન પછી સ્કાય ટાવર પછી આતશબાજી કરી હતી. ઓકલેન્ડમાં નવા વર્ષ સાથે સ્કાય ટાવર સાથે સિડનીના હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ સાથે આકર્ષક નજારો જોવા મળ્યો હતો. હાર્બર બ્રિજ ખાતે 12 મિનિટ સુધી લોકોએ આતશબાજી કરી હતી, જ્યારે 8.5 ટકા ફટાકડાં ફોડ્યા હતા, જ્યાં દસ લાખથી વધુ લોકો એક્ત્ર થયા હતા. ભારતમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સૂર્યાસ્તની લોકોએ મોજ કરી હતી.
પ્રશાંત મહાસાગરના કિરિબાતી નવા વર્ષનું સેલિબ્રેશન કરનારા પહેલો દેશ બન્યો હતો, જેને ક્રિસમસ દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત, કિરિબાસ તરીકે પણ ઓળખાય છે. ભૂમધ્યરેખાના પ્રશાંત ક્ષેત્રમાં પૂર્વથી પશ્ચિમ સુધીના લગભગ 4,000 કિલોમીટર અને ઉત્તરથી દક્ષિણ સુધીના 2,000 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો ટાપુ છે.
નવા વર્ષને વધાવવા માટે ભારતવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ રળિયામણી ઘડીઓની રાહ જોવામાં આવી રહી હતી, ત્યારે ભારત સહિત વિદેશમાં કરોડો લોકો પોતાના પરિવાર, મિત્રો સાથે પાર્ટી, મોજ મસ્તી કરી હતી. આ મહાપર્વની લોકો એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
દુનિયાના દેશમાં ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની ઊજવણીનો પ્રારંભ પ્રથમ થાય છે. ભારત અને અન્ય દેશોમાં રાતે 12 વાગ્યા પછી નવા વર્ષની ઊજવણી કરવામાં આવે છે. એ માટે લોકો જાતજાતની તૈયારીઓ કરી હતી. આ બધા વચ્ચે ન્યુઝીલેન્ડ એક એવો દેશ છે કે જ્યાં નવા વર્ષની ઊજવણી પ્રથમ શરૂઆત થાય છે. ત્યારબાદ ઓકલેન્ડમાં નવા વર્ષનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જ્યાં આતશબાજીથી ન્યુ યરને વેલકમ કરવામાં આવ્યું છે.
2023નું વર્ષ વિદાય લે એ પહેલાં જ લોકો વીતેલા વર્ષની સારી વાતોને યાદ કરીને અને ખરાબ યાદોને ભૂલીને નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી હતી. નવા વર્ષની ઉજવણી સૌથી પહેલાં ભારતના પૂર્વમાં આવેલા દેશ-જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવી હતી. ભારતીય સમયાનુસાર સાંજથી આ દેશોમાં નવા વર્ષની ઊજવણી શરૂ થઈ ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here