વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીન, પાકિસ્તાન અને કેનેડાને આડે હાથે લીધું

નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીન, પાકિસ્તાન અને કેનેડાને આડે હાથે લીધું હતું. તેમણે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું તો ખાલિસ્તાની અલગતાવાદીઓને આશ્રય આપવા બદલ કેનેડાની પણ ટીકા કરી હતી. આ સાથે તેમણે ચીન સાથેના વિવાદને ઉકેલવા અંગે ભારતની નીતિઓ વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ છે, પરંતુ ભારતે સામે એ વધારે સમય આ રમત રમી શકશે નહિ. આ સાથે જ તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે પાકિસ્તાનને ક્યારેય પણ ભારત સાથે વાત કરવી હોય તો તે આતંકવાદનો સહારો લે છે. પોતાના મનસૂબાને પૂરા કરવા માટે સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં મોકલે છે. જોકે ભારતે હવે પાડોશી દેશની આતંકવાદ નીતિને ખોખરી કરી નાખી છે. એવું નથી કે અમે પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર નથી, પરંતુ પાકિસ્તાન જે શરતો મુકે છે તેે મંજૂર નથી. કારણકે પાકિસ્તાન આતંકવાદના આધારે પોતાની વાત મનાવવા માગે છે જે કોઈપણ સંજોગોમાં ભારત સ્વીકારશે નહિ. પાકિસ્તાન હવે કોઈપણ પ્રકારની રમત રમશે તો ભારત તેને સ્વીકારશે નહિ. કેનેડામાં વધતી જતી ખાલિસ્તાની ઉગ્રવાદી ઘટનાઓ વિશે વાત કરતા વિદેશ પ્રધાને કહ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોને નુકસાન પહોંચાડનારી ખાલિસ્તાની પ્રવૃત્તિઓમાં કેનેડા સામેલ થયું છે. એેને લાગે છે કે આ ન તો ભારતના હિતમાં છે કે ન તો કેનેડાના હિતમાં છે. પરંતુ કેનેડા આ વાતને સમજી રહ્યું નથી અને ખાલિસ્તાનીઓને છાવરી રહી છે. તો ભારત પણ આ મુદ્દે કેનેડાને ક્યારેય મચક નહિ આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here