જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાગુ કરવામાં આવ્યું– નવા રાજ્યપાલ તરીકે બે-ત્રણ નામોની ચર્ચા

0
865

 

(Photo: IANS)

 સમીક્ષા કર્યાબાદ રાજયમાં 10 વરસ દરમિયાન આ ચોથીવાર રાજ્યપાલનું શાસન લાગુ થયાની ઘોષણા કરવામાં આવી હતી. હાલના રાજ્યપાલ એન એન વ્હોરાનો કાર્યકાળ આ મહિનામાં પૂર્ણ થવાનો છે. સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, હાલ બે વ્યક્તિઓના નામની ચર્ચા ચાલી રહી છે. રાજયપાલ પદના આ બે સંભવિત ઉમેદવારો છે રિટાયર્ડ લેફ. જનરલ સૈયદ અત્તા હુસૈન અને જનરલ હુડ્ડા. બનવ્ને ભારતીય લશ્કરમાં ઉચ્ચ હોદા્ સંભાળીને  નિવૃત્ત થયા છે. બન્ને જણાએ પોતાના કાર્યકાળ દરમિયાન લશ્કરમાં૆ પ્રશંસનીય કામગીરી બજાવી છે. જમ્મુ કાશમીરમાં ભારતીય સૈન્યના મિશન સદભાવનાની રચના અને કામગીરીમાં જનરલ હુસૈનની મોટી ભૂમિકા રહી છે.જમ્મુ -કાશ્મીરની ઘાટીના લોકોને પરસ્પર સંવાદ અને સંપર્કની તર્જ પર એકસાથે જોડવા માટે હાર્ટ ડોકટરાઈનની શરૂઆત તેમણે જ કરી હતી. રમતગમતની મદદથી યુવાનોને પથ્થરબાજી અને આતંકની ઘાતક પ્રવૃત્તિઓથી રોકવા માટે કાશમીર પ્રીમિયર લીગની શરૂઆત તેમણે જ કરી હતી. જમ્મુ- કાશમીરમાં નવા રાજયપાલની દોડમાં  કેન્દ્ર સરકારના ખાસ પ્રતિનિધિ દિનેશ્વર શર્મા પણ સામેલ છે. જમ્મુ – કાશમીરની તમામ વર્ગોના લોકો સાથે વાતચીત કરવા માટે ભારતની કેન્દ્ર સરકારે તેમની ખાસ નિયુક્તિ કરી છે. 1978ની બેચના રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી રાજીવ મહર્ષિનું નામ પણ બોલાઈ રહ્યું છે. કાશ્મીરના રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, રિસર્ચ અને એનાલિસિસ વિંગના ભૂતપૂર્વ પ્રમુખ અમરસિંહ દુલત પણ આગામી રાજ્યપાલ બની શકે છે. તેઓએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના કાળ દરમિયાન સલાહકારની કામગીરી સંભાળી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here