ત્રણ તલાકના વટહુકમ પર રાષ્ટ્રપતિ કોવિંદે મંજૂરીની મહોર મારી ..

0
804

ટ્રિપલ તલાકને કાનૂની સ્વરૂપ આપવા માટે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદ તરફથી મંજૂરી મળી ગઈ છે. ગત મંગળવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મોદી સરકાર દ્વારા ટ્રિપલ તલાકને કાનૂની રૂપ આપવા માટે વટહુકમ જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને તેમની આગેવાની હેઠળ યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ અધ્યાદેશને સ્વીકૃતિ આપવામાં આવી હતી. ત્યારબાદ એને નામદાર રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.

ત્રણ તલાકના વટહુકમ અંતર્ગત, એકસાથે ત્રણ વાર  તલાક તલાક તલાક બોલીને ( તલાક- એ બિદ્ત) લગ્ન તોડવાની મનાઈ છે. આમ કરનારા પુરુષો માટે આ વટહુકમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. હવે ત્રણ તલવાક (ટ્રિપલ તલાક) આપવા ે ગેરકાયદેસર અને અમાનવ્ય ગણવામાં આવશે. આગુનો કરવારને ત્રણ વરસની જેલની સજા કરવાની જોગવાઈ છે.

  આ મામલામાં ત્યારે જકાર્યવાહી કરવામાં આવશે જયારે પરિણીત મુસ્લિમ મહિલા કે પછી તેના નિકટના સંબંધી વ્યક્તિ એની સૂચના આપશે.