નેશનલ ઇન્ટરેસ્ટ એક્સેપ્શન્સને કેટલાક દેશો માટે લંબાવાયું

0
1063

 

નેશનલ ઇન્ટરેસ્ટ એક્સેપ્શન્સની વેલિડિટી આ દેશોના પ્રવાસીઓ માટે લંબાવવામાં આવી છે – ભારત, ચીન, ઈરાન, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, શેન્જેન એરિયા, યુકે અને આર્યલેન્ડ.

૨૯ જૂન, ૨૦૨૧ના રોજ વિદેશ વિભાગે આની જાહેરાત કરી હતી. હાલમાં જે વેલિડિટી આપવામાં આવેલી છે તેને એપ્રૂવલની તારીખથી ૧૨ મહિના માટે લંબાવવામાં આવી છે. જે હેતુ માટે એપ્રૂવલ અપાઇ હતી તે હેતુ માટે તેનો ઉપયોગ થવો જરૂરી છે.

કોવીડ-૧૯ અને પ્રેસિડેન્શિયલ પ્રોક્લેમેશન્સ સહિતના કારણોસર જે પ્રવાસીઓ ઉપરોક્ત દેશોમાં હોય તેમના માટે આ લાગુ પડશે. વીઝા અરજી સાથે જેમને નેશનલ ઇન્ટરેસ્ટ એક્સેપ્શન્સ મળેલા હોય તેમને આ લાગુ પડશે.

જરૂરી માળખાકીય સુવિધાઓ માટે કામ કરતાં હોય, અમેરિકાના અર્થતંત્ર માટે મહત્ત્વની ગણાયેલી કામગીરી કરવાની હોય તેવી વ્યક્તિઓને આવા એક્સેપેશન્સ આપવામાં આવતા હોય છે. પત્રકારો, અનિવાર્ય માનવીય સંજોગોને કારણે પ્રવાસ કરવો પડે તેમ હોય તેવા પ્રવાસીઓ, રાષ્ટ્રીય સુરક્ષા કે જાહેર આરોગ્ય માટે ઉપયોગી લોકોને પણ તેનો લાભ મળે છે. F અથવા M વીઝા હોય તે વિદ્યાર્થીઓને અને ઇમિગ્રન્ટ્સ અથવા ફિયાન્સે વીઝા હોય તેમને પણ અપવાદ મળતો હોય છે.

યોગ્ય વીઝા હોય અને NIE હજી એપ્રૂલ ના થયું હોય તેવા પ્રવાસીઓએ પ્રવાસ કરતાં પહેલાં નજીકની અમેરિકન એમ્બેસીનો સંપર્ક કરવો જોઈએ. વેલીડ ESTA ઑથોરાઇઝેશન હોય અને તેના માટે પ્રવાસ કરવા માગતા હોય તેમણે સંપર્ક કરવો જોઈએ. તેમના માટે NIE એપ્રૂવ થઈ જાય તો તેઓ વેલીડ વીઝા અથવા ESTA ઑથોરાઇઝેશન, જે લાગુ પડતું હોય તેના આધારે પ્રવાસ કરી શકે. NIE ૧૨ મહિના માટે વેલીડ હોય છે અને તેમાં દર્શાવેલા હેતુસર એકથી વધુ વાર અમેરિકાનો પ્રવાસ કરી શકાય છે.

વીઝાની જરૂર હોય તેવા પ્રવાસીઓએ તથા જેમને લાગતું હોય કે તેમનો પ્રવાસ અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં છે, તેમણે નજીકની એમ્બેસીની વેબસાઇટ જોઈ લેવી જોઈએ, જેથી કઈ રીતે અરજી કરવી તેની માહિતી મળી શકે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ઘણી કોન્સ્યૂલેટમાં કોરોના સંકટને કારણે બેકલોગ પણ થયેલો છે. વીઝા એપ્રૂલ થયેલા હોય તેમને એપ્લિકેશન્સની પ્રોસેસ તરીકે NIE આપવા માટે ગણતરીમાં લેવાશે.

વધુ માહિતી માટેની લિન્ક: http://https/travel.state.gov/content/travel/en/News/visas-news/extension-validity-for-nies-for-china-iran-brazil-south-africa-schengen-uk-ireland-india.html

અમેરિકામાં પ્રવાસ અને ઇમિગ્રેશનને લગતા આવા કોઈ પણ સવાલ તમારા મનમાં હોય તો તમે NPZ Law Group ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો [email protected] અથવા ફોન કરી શકો છો 201-670-0006 (x 104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here