ભારતીય રેલવેનો મહત્વનો મોટો નિર્ણય- પેસેન્જર સર્વિસ ઓપરેટ કરવા માટે ખાનગી રોકાણકારોના માટે દરવાજો ખાલી નાખ્યો ..

 

 

ભારતના રેલવે તંત્રએ એક મહત્વનો નિર્ણય લઈ લીધો છે. હવે ખાનગી રોકાણકારો માટે રેલવેમાં નિવેશ શક્ય બન્યો છે. હવે દેશના 109 રેલવે રુટ પર પ્રઈવેટ કંપનીઓ ટ્રેન સેવા કરી શકશે, પોતાની ખાનગી ટ્રેનો દોડાવી શકશે. આ યોજનામાં આશરે 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થવાની સંભાવના છે. રેલ મંત્રાલયે એ માટે રિકવેસ્ટ ફોર કવોલિફિકેશનની માગણી કરી છે.આખા દેશની રેલવેના નેટવર્કને 12 કલસ્ટરમાં વહેંચી દેવામાં ( વિભાજિત ) કરવામાં આવ્યું છે. આ 12 કલસ્ટરોમાં 109 જોડી પ્રાઈવેટ ટ્રેનો દોડાવવામાં આવશે. આ બધી ટ્રેનોમાં ઓછામાં ઓછા 16 કોચ સેવા આપશે. ટ્રેન વધુમાં વધુ કલાકના 160 કિમીની ઝડપે દોડાવી શકાશે. આ ટ્રેનોનો રોલિંગ સ્ટોક નિજી કંપની ખરીદશે.ટ્રેનનું મેન્ટનન્સ કંપનીઓે જ કરવું પડશે. રેલવે તંત્ર માત્ર ડ્રાઈવર અને ગાર્ડની સેવાઓ આપશે. ભારતીય રેલવેનો આ પ્રોજેક્ટની સમય- મર્યાદા 35 વરસની રહેશે.બધી ટ્રેનો ભારતમાં જ બનાવવામાં આવનશે. મેકઈન ઈન્ડિયા અંતર્ગત, તેનું નિર્માણ કરવામાં આવશે. જે કંપનીઓને આવી ટ્રેન – સેવાનો મોકો મળશે તેમણે જ ફાયનાન્સ, સંચાલન અને સાર-સંભાળની જવાબદારી સંભાળવી પડશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here