કોરોના વાઇરસને કારણે ૩૦ કરોડ વિદ્યાર્થીઓનું ભણતર પ્રભાવિત થયું છે

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા જ નહિ, પણ શિક્ષણ પણ એટલું જ પ્રભાવિત થયું છે. ચીનમાં કહેર વરતાવનારા કોરોના વાઇરસ દુનિયાભરના મોટા ભાગના દેશોમાં દેખા દીધો છે. ત્યારે ચીનમાં ઉદ્યોગોની સાથે સાથે સ્કૂલો પણ બંધ છે. બીજા દેશોમાં પણ જ્યાં જ્યાં વાઇરસ ફેલાવાની આશંકા છે ત્યાં પણ સ્કૂલોમાં શિક્ષણકાર્ય બંધ કરાવાઈ રહ્યું છે. યુનેસ્કોના કહેવા પ્રમાણે, ૧૩ દેશોમાં સ્કૂલો બંધ કરાઈ છે અને એને કરાણે ૩૦ કરોડ વિદ્યાર્થીઓનાં ભણતર પર અસર પડી છે. યુનેસ્કોના પ્રમુખ ઓડરે અજુલેએ કહ્યું હતું કે કોઈપણ પ્રકારના સંકટ સમયે સ્કૂલો અનિશ્ચિત સમય માટે બંધ કરવાની વાત નવી નથી. વર્તમાન સંકટથી શિક્ષણક્ષેત્ર ખાસું પ્રભાવિત થયું છે અને વાઇરસનું સંકટ લાંબું ચાલ્યું તો વિદ્યાર્થીઓનાં ભણતર પર એની ગંભીર અસર પડશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here