ચીનની પ્રોડકટનો ભારતમાં ઠેર ઠેર બહિષ્કાર થઈ રહ્યો છે..

 

 

   ભારત- ચીનની સરહદે લડાખ વિસ્તારમાં એલઓસી – સીમા રેખા પર ચીની સૌનિકો સાથે ભારતીય સૈનિકોની થયેલી હિંસક અથડામણમાં ભારતના 20થી વધુ સૌનિકો શહાદત પામ્યા હતા. ભારતની સરહદમાં ધુસીને આચારસંહિતાનો વારંવાર ભંગ કરતા ચીની સૈન્ય સામે ભારતની પ્રજાનો ગુસ્સો – રોષ ભભૂકી રહ્યો છે. દેશમાં અનેક સ્થળે ચાઈનીઝ બનાવટની વસ્તુઓની હોળી કરવામાં આવી રહી છે. અનેક સંસ્થાનો ચીની માલનો બહિષ્કાર કરવા મેદાને પડી છે.ચીનના સૈન્યની વર્તણુકથી, ખાસ તો હાલની લડાખની ઘટનાથી દેશ ની પ્રજાના મનમાં આક્રોશ- રોષ પ્રગટ થઈ રહ્યો છે. અનેક સંસ્થાઓના મોવડીઓએ વેપારીઓને ચીના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો અનુરોધ કર્યો છે. ચીનની કંપનીઓ સાથેના વેપાર- કરાર રદ કરવાની પણ માગણીઓ કરવામાં આવી રહી છે. આમ જનતા કહી રહી છેકે, ચીનના માલની આયાત ઓછી કે નહીંવત કરીને આપણે ચીનને પાઠ ભણાવવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here