ભાજપથી નારાજ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી  મોદી સરકાર પર સતત આક્ષેપ કરી રહ્યા છે.. સુબ્રમણ્યમ સ્વામી કહેછેઃ મોદીજી, પીઓકે મેળવવાનું અને બલુચિસ્તાનને આઝાદ કરાવવાનું સપનું ભૂલી જજો …

 

   ભારત દ્વારા પાકિસ્તાન સાથે કરવામાં આવેલા સંયુક્ત યુધ્ધ પ્રયાસની ઘટનાથી ભાજપના ખાસ અને અગ્રણી નેતા સુબ્રમણ્યમ સ્વામી ભાજપથી તેમજ કેન્દ્ર સરકારથી બહુ નારાજ છે. એટલે જ કેન્દ્ર સરકારની નીતિઓને તેઓ જાહેરમાં વારંવાર ટીકા કરતા જ રહે છે. થોડાક સમય પહેલાં જ સ્વામીએ ચીન અને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધોની આકરી ટીકા કરી હતી. તેમણે ચીન અને પાકિસ્તાન સાથેના ભારતના વર્તાવની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકારે મિત્રો ખોવા તેમજ દુશ્મનો વધારવા – વિષય પર એક પુસ્તક લખવું જોઈએ. તેમણે એવી ટિપ્પણી કરી હતી કે, આપણે ચીન અને પાકિસ્તાન સાથે મિત્રતાના સંબંધો જાળવવા આગળ ધપી રહ્યા છીએ, પણ એની સાથે સાથે આપણે નેપાળ, ભૂતાન અને શ્રીલંકા જેવા પાડોશી રાષ્ટ્રો સાથે આપણે સુમેળ રાખવો જોઈએ, એ વાત ભારત ભૂલી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here