એરફોર્સ ૧૦૦ LCA માર્ક 1A જેટ ખરીદશે

નવી દિલ્હી:  ભારતીય વાયુસેના તેના કાફલામાં સતત વધારો કરી રહી છે. સાથે જ તેના કાફલામાં સામેલ કોઇપણ પ્રકારના એરક્રાફટને દેશમાં જ બનાવવા જોઇએ તે વાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં દેશની વાયુસેનાએ લગભગ ૧૦૦ વધુ ભારતમાં નિર્મિત જઈઅ માર્ક 1A ફાઇટર જેટ ખરીદવાની યોજના જાહેર કરી છે.
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ એક સમાચાર એજન્સી સાથેની વિશિષ્ટ વાતચીતમાં સ્વદેશી વિમાન ખરીદવાની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું મિગ- ૨૧, મિગ-૨૨ અને મિગ-૨૭ સહિત મિગ શ્રેણીના અન્ય વિમાનોને બદલવા માટે જમીન પર લાઇટ કોમ્બેટ એરક્રાફટ (JEA) તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે એરક્રાફટને બદલતા પહેલા મહત્વનું એ છે કે અમે એ સુનિશ્ચિત કરીએ કે અમારી પાસે પૂરતી સંખ્યામાં JEA વિમાન હોય. તેમણે વધુમાં માહિતી આપી હતી કે માર્ક અ માટે 83 JEA પહેલાથી જ કરાર કરવામાં આવ્યા છે. આ સિવાય અમે લગભગ ૧૦૦ વધુ એરક્રાફટ માટે વાતચીત કરી રહયા છીએ. ભારતીય વાયુસેના તેના કાફલામાં મિગ સિરીઝના ફાઇટર જેટ બદલવા માટે મેડ-ઇન-ઇન્ડિયા એરક્રાફટ ખરીદવાની યોજના બનાવી રહી છે. લગભગ ૧૦૦ વધુ એરક્રાફટ ખરીદવાનો નિર્ણય એવા સમય આવ્યો છે જયારે ભારતીય વાયુસેના વડાએ ગયા મહિને હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ સહિત તમામ સંસ્થાઓ સાથે સ્વદેશી ફાઇટર જેટ પ્રોગ્રામની સમીક્ષા બેઠક યોજી હતી. એલસીએ તેજસ ફાઇટર એરક્રાફટ ભારતીય વાયુસેનામાં ઘણી મોટી સંખ્યામાં ફરીથી પ્રવેશ કરશે. નવા જઈઅ માર્ક 1Aનું ઉત્પાદન ૬૫ ટકા દેશમાં થઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here