આવો, આપણે  સહુ એકઠા મળીને એ ઈષ્ટનું સ્વાગત કરીએ. રંગોથી એને વધાવીએ. સત્ય , પ્રેમ અને કરુણા,અને નિર્મળ આનંદનો આ રંગોત્સવ સહુના જીવનને નવા આનંદ, ઉત્સાહ અને આશાઓથી ભર્યું ભર્યું કરે એ જ શુભકામના…

0
882

ફાગણ મહિનો એ રંગના ઉત્સવનો મહિનો ગણાય છે. જીવનના આનંદ- ઉલ્લાસ  ને ઉમંગનું પ્રતીક છે ફાગણ. પ્રકૃતિ નવા રંગ-રૂપમાં પ્રગટ થાચછે. . માનવના તન-મનમાં પણ વાસંતી ચેતના ધબકતી રહે છે. અનિષ્ટનો અંત અને ઈષ્ટનો વિજય એટલે હોળી- ધૂળેટીનું રંગ પર્વ. . અસત્ય, અન્યાય , અજ્ઞાન , અમંગલ અને અશુભ  અને અનિષ્ટ તત્વોનો વિલય અને કુદરતના તમામ શુભ, મંગલ, આનંદદાયી, ચૈતસિક અને રંગદર્શી ઈષ્ટ તત્વોનું આગમન એટલે વસંત. એને સન્માનવાનો એનો મહિમા કરવાનો ઉત્સવ એ જ ધૂળેટી. .. આવો, આપણે  સહુ એકઠા મળીને એ ઈષ્ટનું સ્વાગત કરીએ. રંગોથી એને વધાવીએ. સત્ય , પ્રેમ અને કરુણા,અને નિર્મળ આનંદનો આ રંગોત્સવ સહુના જીવનને નવા આનંદ, ઉત્સાહ અને આશાઓથી ભર્યું ભર્યું કરે એ જ શુભકામના…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here