ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની શ્રદ્ધાભરી ઉજવણીઃ શિવાલયોમાં ભક્તોની ભીડ

અમદાવાદઃ ગુજરાતમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસની શ્રદ્ધાભરી ઊજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના શિવાલયોમાં સોમનાથ મહાદેવ મંદિર વિશિષ્ટ અને પ્રભાવક છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો દર્શન માટે ઉમટી પડે છે.
શિવાલયમાં પ્રવેશતા વિશાળ રંગમંડપમાં પહોંચાય છે. ભવ્ય ઘુમટ નીચેનું આ સ્થાન શાંત અને સૌમ્ય છે. ગોલખની સામે ગર્ભગૃહમાં સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ તેના અસલ સ્થાને આજે પણ બિરાજમાન છે. ગર્ભગૃહના પ્રવેશદ્વાર શુધ્ધ ચાંદીના કલાકારીયુકત પતરાથી મઢવામાં આવ્યાં છે. બહારના બે સુંદર ગોખમાં ગણેશજી અને હનુમાનજી બિરાજમાન છે. પાંચ ફૂટ વ્યાસનો તામ્ર કળશ પ્રસ્થાપિત કરાયો. શિવાલયનું પટાંગણ પણ વિશાળ અને ભર્યુંભર્યુ છે. મંદિરના ઉત્તુંગ શિખર ઉપર પાંચ ફૂટ વ્યાસનો તામ્ર કળશ શુધ્ધ સુવર્ણના ઢોળ ચડાવી પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે અને તેની નીચે પ્રાંગણમાં અનેક વિશિષ્ટ રચનાઓ મંદિરને શોભાયમાન કરી રહી છે. ઇશાન ખૂણામાં હનુમાનજીનું નવું મંદિર છે. ભારતીય વૈદિક સંસ્કૃતિ ‘યજ્ઞસંસ્કૃતિ’ તરીકે સુપ્રસિધ્ધ છે.
આ મંદિર ભક્તોમાં શ્રદ્ધાનું અનેરું મહત્ત્વ ધરાવે છે લોકોના આસ્થાના પ્રતીક સમાં ભગવાન ભોળાનાથ શંભુ મહાદેવના પૌરાણિક સોમનાથ મંદિરમાં ભગવાન ભોળાનાથ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે. મંદિરની બહાર ઉત્તરમાં ગૌમુખી વહે છે. મંદિરમાં એક તરફ ગણપતિ બાપ્પા અને બીજી તરફ હનુમાનજી બિરાજે છે તેમજ ભગવાન ભોળાનાથના શિવલિંગ સામે માતા પાર્વતી બિરાજમાન છે.
મંદિરની સામે ભગવાન ભોળાનાથ શંકરનું વાહન નંદી સાથે કાચબો બિરાજમાન છે. આ સોમનાથ મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ છે.
પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભક્તો દર્શન માટે ઊમટી પડે છે, પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ આ પૌરાણિક શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. દર્શન સાથે મેળાની મોજ પણ લોકો માણે છે. આખા માસમાં બ્રહ્મમુહૂર્તમાં રણકતા ઘંટારવ અને ૐ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. વહેલી સવારથી મોડી રાત સુધી લોકો દર્શનનો લાભ લઇ રહ્યાં છે. સોમનાથ દાદાના દર્શને આવતા દર્શનાર્થીઓ નજીકમાં આવેલા ગાયત્રી મંદિર, જલારામ મંદિર અને સાંઈ બાબાના મંદિરના દર્શનનો પણ લ્હાવો લેવાનું ચુકતા નથી. સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
આ ઉપરાંત ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ગીરનાર, મહેસાણા, ડાકોર, ગોધરા, બિલીમોરા, જામનગર સહિત શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરોમાં વિવિધ પ્રકારે ભક્તો પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here