ગેરકાયદેસર પ્રવાસીઓને ઘરમાં રાખનારને ત્રણ ગણો દંડ થશે: બ્રિટન સરકાર

રિટનઃ યુકે સરકારે સોમવારે જાહેરાત કરી હતી ક આવતા વર્ષની શરૂઆતથી, ગેરકાયદેસર પ્રવાસીઓને કામ કરવા અથવા તેમના ઘર ભાડે આપવા દેનારા એમ્પ્લોયર અને મકાનમાલિકો પર દંડ ત્રણ ગણો કરવામાં આવશે.ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ૨૦૨૪ની શરૂઆતથી, પ્રથમ વખત ગેરકાયદેસર કામદારોને નોકરી પર રાખનારને ૪૫ હજાર પાઉન્ડનો દંડ કરવામાં આવશે. એટલેકે ગેરકાયદેસર કર્મચારી દીઠ ૪૫ હજાર પાઉન્ડનો દંડ થશે. પહેલા ૩૦ હજાર પાઉન્ડનો દંડ હતો, હવે તેને વધારીને ૧૫ હજાર પાઉન્ડ કરવામાં આવ્યો છે. તે જ સમયે, વારંવાર ઉલ્લંઘન માટે, ૬૦ હજાર પાઉન્ડ સુધીનો દંડ લાદવામાં આવશે. પહેલા આ દંડ ૪૦ હજાર પાઉન્ડ હતો.
તે જ સમયે, તે મકાન માલિકો માટે ૧૦૦૦ પાઉન્ડના દંડની જાહેરાત કરવામાં આવી છે. જે ગેરકાયદેસર પ્રવાસીઓને તેમના ઘરમાં રાખે છે. અગાઉ આ દંડ પ્રતિ વ્યકિત ૮૦ પાઉન્ડ હતો. તેવી જ રીતે, વારંવાર ઉલ્લંઘન કરનાર મકાનમાલિકો પર ૧૦,૦૦૦ હજાર પાઉન્ડ લાદવામાં આવ્યા છે, જે અગાઉ ૫૦૦ પાઉન્ડ હતો. બ્રિટનના ઇમિગ્રેશન મંત્રી રોબર્ટ જેનરિકે કહ્યું કે ગેરકાયદેસર પ્રવાસીઓ માટે બ્રિટનમાં કામ કરવું ખતરનાક છે અને બિનજરુરી નાની બોટોને રોકવી જરૂરી છે. આવા મકાનમાલિકો અને નોકરીદાતાઓ કે જેઓ ગેરકાયદેસર કામદારોને મંજૂરી આપે છે તેઓ માનવ તસ્કરોના બિઝનેસ મોડલને ચાલુ રાખવા સક્ષમ બનાવે છે. યોગ્ય તપાસ ન કરવા માટે કોઇ બહાનું રહેશે નહી અને ઉલ્લંઘન કરનારાઓને હવે કડક સજાનો સામનો કરવો પડશે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ૨૦૧૮ની શરૂઆતથી ગેરકાયદે કામદારોને રોજગારી આપવા બદલ લગભગ ૫ હજાર દંડ એમપ્લોયરોને જારી કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત ૮૮.૪ મિલિયન પાઉન્ડ છે. દરમિયાન, ગેરકાયદેસર પ્રવાસીઓને દેશમાં રહેવાનો કોઇ અધિકાર ન હોય તે સ્થિતિમાં મકાનમાલિકો પર કુલ ૨૧૫,૫૦૦ પાઉન્ડ મૂલ્યના ૩૨૦થી વધુ નાગરિક દંડ લાદવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here