૮ નવેમ્બરથી અમેરિકામાં પ્રવાસ માટેના પ્રતિબંધો થશે દૂર – જાણવા જેવી બાબતો

0
1135

 

૧૫ ઑક્ટોબરે વ્હાઇટ હાઉસે ટ્વીટર પર જાહેરાત કરી હતી કે ૮ નવેમ્બરથી અમેરિકામાં પ્રવાસ માટેની નવી નીતિ અમલમાં આવશે. પૂર્ણપણે વેક્સિન લઈ લીધી હોય તેવા વિદેશી પ્રવાસીઓને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી અપાશે. રસી લેવાના નિયમમાં બહુ ઓછા કિસ્સામાં અપવાદ કરવામાં આવશે. જમીન અને વિમાન બંને માર્ગે પ્રવાસ પરના પ્રતિબંધો દૂર થવાના છે તે પણ અગત્યનું છે.

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (CDC) તરફથી મંજૂર કરવામાં આવેલી રસીઓની યાદી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલે (ઘ્ઝ઼ઘ્) અપડેટ કરી છે. આ રસી લેનારાને જ મંજૂરી મળશે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઇમરજન્સી યુઝ માટેની રસીની યાદી તૈયાર કરી છે તેનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્ઝ઼ખ્ તરફથી મંજૂર થયેલી રસીની યાદીમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સન, મોર્ડેના, ફાઇઝર, અને બાયોન્ટેકની વેક્સિનનો સમાવેશ થાય છે. સિનોફાર્મ, સિનોવેક, એસ્ટ્રાઝેનેકા અને ભારતની સિરમ ઇનિ્સ્ટટ્યૂટ દ્વારા ઉત્પાદિત રસીને ઇમરજન્સી યુઝ માટેની યાદીમાં સમાવવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ રસી લીધાનું પ્રમાણપત્ર દેખાડવાનું રહેશે અને સાથે જ વિમાનમાં બેસતા પહેલાં કોરોનાનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ દેખાડવાનો રહેશે. એ જ રીતે જમીન માર્ગે અમેરિકામાં પ્રવેશ કરનારાએ પણ કોરોનાનો નેગેટિવ ટેસ્ટ બતાવવો પડશે.

માર્ચ ૨૦૨૦માં કોરોના ચેપ ફેલાવા લાગ્યો ત્યારે ટ્રમ્પ સરકાર દ્વારા પ્રવાસ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. ચીન, ઈરાન, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, યુરોપિયન યુનિયનના ૨૬ દેશો, યુકે, આયર્લેન્ડ સહિતના દેશો પર પ્રવાસ પ્રતિબંધો મૂકાયા હતા. કેનેડા અને મેક્સિકોમાંથી પણ અનિવાર્ય હોય તે સિવાયના પ્રવાસો પર પ્રતિબંધો હતા. હવે આ બે દેશોમાંથી જમીન માર્ગે અમેરિકા આવનારા માટે પણ પ્રતિબંધો હળવા થશે.

આ જાહેરાત અનુસાર તબક્કાવાર પ્રવાસ પ્રતિબંધો હટાવાના છે, જેમાં ૮ નવેમ્બરે પ્રથમ તબક્કાની શરૂઆત થશે. બીજા તબક્કાની શરૂઆત જાન્યુઆરી ૨૦૨૨માં થશે. આ સમાચાર દુનિયાના ઘણા પ્રવાસીઓ માટે રાહતદાયક સાબિત થશે, કેમ કે લાંબા સમયથી તેઓ અમેરિકા આવવા માગતા હતા.

જોકે આ પ્રતિબંધો હળવા કરાયા છે, તેના કારણે ઇમિગ્રન્ટ અને નોન-ઇમિગ્રન્ટ વીઝા એપોઇન્ટમેન્ટ માટે બેકલોગ ઊભો થયો છે તેમાં કોઈ રાહત મળે તેમ નથી. આ માટે અલગથી જાહેરાત થશે તેમ માનવામાં આવે છે.

અમેરિકા અથવા કેનેડાના ઇમિગ્રેશન તથા જુદા જુદા પ્રકારના વીઝા માટેની આ પ્રકારની વધારે માહિતી માટે તમે ફ્ભ્ક્ષ્ લો ગ્રૂપના અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટીના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here