મણિકર્ણિકા અને પંગા માટે કંગનાને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર, છીછોરે શ્રેષ્ઠ હિંદી ફિલ્મ

 

મુંબઈઃ સોમવારે ૬૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી. બોલીવૂડ સ્ટાર કંગના રનૌતને મણિકર્ણિકા અને પંગામાં તેની ભૂમિકાઓ માટે શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર કરવામાં આવી હતી. મનોજ બાજપેયી અને ધનુષને અનુક્રમે ભોંસલે અને અસુરનમાં તેમની ભૂમિકાઓ માટે શ્રેષ્ઠ અભિનેતા જાહેર કર્યા હતા. દિગ્દર્શક પ્રિયદર્શનની મલયાલમ ફિલ્મ મરાક્કરઃ રબીકાદાલિંટે સિંહમ ને શ્રેષ્ઠ ફિલ્મ ફિલ્મ જાહેર કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ ફિલ્મ નિર્માતા એન ચંદ્રની અધ્યક્ષતામાં જ્યુરીએ સંજય પુરણ સિંહ ચૌહાણને હિન્દી ફિલ્મ બહત્તર હુરેં માટે શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે જાહેર કર્યા હતા.

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અભિનીત ફિલ્મ છીછોરે જ્યુરી દ્વારા શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ જાહેર કરાયો હતો. સામાજિક મુદ્દાઓ પર શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મરાઠી ફિલ્મ આનંદી ગોપાલને મળ્યો હતો, રાષ્ટ્રીય એકતા માટેનો નરગીસ દત્ત એવોર્ડ તાજમહલને આપવામાં આવ્યો.

કંગના રનોતનો આ ચોથો રાષ્ટ્રીય એવોર્ડ છે. આ પહેલા તેને તનુ વેડ્સ મનુ, ક્વિન અને ફેશન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળી ચૂક્યો છે. કંગના રનોતે ટ્વિટર પર આ અંગે ખુશી વ્યક્ત કરતાં બંને ફિલ્મોના મેકર્સનો આભાર માન્યો હતો. મનોજ બાજપેયીને પહેલી વખત મરાઠી ફિલ્મ ભોંસલે માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરાયો હતો. આ પહેલા સત્યા ફિલ્મ માટે મનોજ બાજપેયી આ એવોર્ડ જીતી ચૂક્યો છે. ૨૦૨૦ સંપૂર્ણપણે કોરોનાની પકડમાં હતું અને તેના કારણે, આજે વર્ષ ૨૦૧૯માં બનેલી ફિલ્મ્સ માટેના પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. કોરોના રોગચાળાને લીધે ગયા વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી ન હતી, જે ૩ મે ૨૦૨૦ના રોજ યોજાનારી હતી. તેથી જ આ વખતે ૨૦૧૯ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્દિરા ગાંધી બેસ્ટ ડેબ્યુ ફિલ્મનો એવોર્ડ મથુકુટ્ટી ઝેવિયરની હેલેનને ફાળે ગયો હતો. ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને ફિલ્મ તાશ્કંદ ફાઇલ માટે સિ્ક્રનપ્લે કેટેગરીમાં શ્રેષ્ઠ રાઇટરનો એવોર્ડ મળ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here