ગુજરાતમાં નવા ૧૦૫ કેસ સાથે આંકડો ૮૭૧ પર પહોંચ્યો, સુરતમાં એકસાથે ૩૫ નવા કેસ

 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે જ નવા વિસ્તારોમાં પણ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. લેટેસ્ટ આંકડા મુજબ, આજે ગુજરાતમાં એકસાથે કુલ ૧૦૫ નવા કેસ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ૮૭૧ પર પહોંચી ગયો છે. નવા કેસોમાં અમદાવાદ બાદ સુરતનો આંકડો મોટો છે. અમદાવાદમાં ૪૨ નવા કેસ તો સુરતમાં એકસાથે ૩૫ નવા કેસ ઉમેરાયા છે. 

બુધવાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ ૭૬૬ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોનાને કારણે કુલ ૩૩ લોકોનાં મોત નીપજ્યા છે. ૧૫ એપ્રિલ સુધી ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ ૭૬૬ કેસ નોંધાયા છે. જેમાં છ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૬૬૩ લોકો સ્ટેબલ છે. બુધવાર સાંજ સુધી ગુજરાતમાં કોરોના વાઈરસને પગલે ૩૩ લોકોનાં મોત થયા છે. ૬૪ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે, જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આરોગ્ય સચિવે મોટી માહિતી આપતા જણાવ્યું કે, કોરોના વાઇરસના બદલાતા લક્ષણો અંગે મોટો ખુલાસો કરતા તેમણે જણાવ્યું કે, ચીનના વુહાનમા જે કોરોના વાઇરસ હતો, તેનું ગુજરાતમાં રિસર્ચ કરાયું છે. તેમાં ૩ નવા બદલાવ જોવા મળ્યા છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાંથી સારા સમાચાર મળ્યા છે. રૂત્ર્ં (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન)એ ૧૧ માર્ચ પેડેમિકની જાહેરાત કરી હતી. સૌથી પહેલું વાઇરસ જીનોમ બીજિંગમાં કર્યું હતું. ત્યારબાદ ગ્લોબલી ૮૧૬૯ જીનોમમાં થયું. જીનોમ સિક્વન્સ થયું હતું. પુણેની લેબોરેટરીએ વાઇરસનું એનેલિસીસ કર્યું છે. જીનોમ કોવિડ ૧૯ સ્ટડી થયું છે. જીનોમ રિસર્ચના કારણે વાઇરસને સમજવા મદદરૂપ થશે, તેનું ઓરિજિન ખબર પડશે. વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં આજે કુલ ૩ મૃત્યુ નોંધાયા છે. ૬૨ વર્ષના ભૂજના પુરુષ, બોટાદમાં ૮૦ વર્ષના પુરુષ અને અમદાવાદમાં ૬૦ વર્ષની મહિલાનું મોત નિપજ્યું છે. કોરોનાની વધતી જતી ચિંતા સામે ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધી કુલ ૨૦,૨૦૪ ટેસ્ટ થયા છે. ગત ૨૪ કલાકમાં ૨૯૭૧ કેસ ટેસ્ટ કર્યા હતા. જેમાં ૧૭૭ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ એક મિલિયન પર ૨૬૭ થાય છે, જે ભારતમાં આંકડો ૧૭૭ છે. ૨૪ કલાકમાં ૨૭૯૪ નેગેટિવ કેસ થયા છે. 

નવા પોઝિટિવ કેસ અમદાવાદના જુહાપુરા, જમાલપુર, દાણીલીમડા, બેહરામપુરા, બોડકદેવ, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુર વિસ્તારના છે. તો ૩૫ કેસમાં સુરતના મન દરવાજા, કતારગામ અને રૂસ્તમપુરા વિસ્તારો આવે છે. રાજકોટના નવા કેસ જંગલેશ્વર વિસ્તારના છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here