સ્પેશ ટ્રાન્સપોર્ટેશન કંપની બનાવી રહ્યું છે હાઈપરસોનિક એરક્રાફ્ટ

 

ચીન: ચીન એક હાઇપરસોનિક એરક્રાફટ બનાવી રહ્યું છે જે માત્ર એક કલાકમાં બેઇજિંગથી ન્યુર્યોક પહોંચી શકે છે. આ એરક્રાફટની ઝડપ ૧૧૨૬૫ કિલોમીટર પ્રતિ કલાક જણાવવામાં આવી રહી છે. ચીનની કંપની દ્વારા બનાવવામાં આવી રહેલા આ હાઇપરસોનિક પ્લેનને ‘રોકેટ વિથ વિંગ્સ’ પણ કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા ચીને હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન વર્ષ ૨૦૨૩માં હાઇપરસોનિક એરક્રાફટનું પરીક્ષણ કરી શકે છે. ચીનના વૈજ્ઞાનિકોએ આશા વ્યકત કરી છે કે આ એરક્રાફટ વર્ષ ૨૦૨૪ સુધીમાં તૈયાર થઇ જશે. આ વિમાન બનાવનારી ચીની કંપનીનું નામ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન છે, જેણે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં એક હાઇપરસોનિક વિમાન તેની પાંખથી અલગ થતું જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર, આ પ્લેન રોકેટ દ્વારા ઉડાન ભરશે.

સ્પેસ ટ્રાન્સપોર્ટેશન કંપનીએ દાવો કર્યો છે કે હાઇપરસોનિક એરક્રાફટ એક કલાકમાં ચીનની રાજધાની બેઇજિંગથી અમેરિકાના ન્યૂર્યોક પહોંચશે. ચીનની કંપનીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે તે પાંખવાળા રોકેટનું ઉત્પાદન કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આના દ્વારા હાઇસ્પીડ ટ્રાન્સપોર્ટેશન શકય બનશે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ રોકેટની કિંમત સેટેલાઇટ લઇ જનારા રોકેટ કરતા ઓછી હશે. આ સાથે તેની સ્પીડ પરંપરાગત વિમાન કરતા વધુ ઝડપી હશે. 

ચીન પહેલાથી જ હાઇપરસોનિક એરક્રાફટ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. હાઇપરસોનિક એરક્રાફટ બનાવવા માટે ડ્રેગન જંગી પૈસા ખર્ચી રહ્યું છે. આ વર્ષ ચીન દ્વારા એરક્રાફટની યોજના પણ રજૂ કરવામાં આવી હતી. ચીન દ્વારા રજૂ કરવામાં આવેલ વિમાન યોજના એક કલાકમાં પૃથ્વીમાં કોઇપણ ખૂણામાં પહોંચી જશે. જેમાં ૧૦ લોકો બેસીને મુસાફરી કરી શકશે. આ સિવાય ચીન એક ન્યુક્લિયર મિસાઇલ એન્જિન તૈયાર કરી રહ્યું છે. જેની સ્પીડ ૯૬૫૬ કિલોમીટર પ્રતિ કલાક હશે. નાસા પહેલા આ ડિઝાઇન પર કામ કરી રહ્યું હતું. પરંતુ વધુ પડતી કિંમતને કારણે આ પ્લાન રદ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here