કેરળ સહિત અમદાવાદ વિશ્ર્વનાં રમણીય સ્થાનો તરીકે ટાઇમ મેગેઝિનની યાદીમાં 

 

બર્લિન: અમદાવાદ અને કેરળ ટાઇમ મેગેઝિનના વર્લ્ડ ગ્રેટેસ્ટ પ્લેસીસ ઓફ ૨૦૨૨ની યાદીમાં ૫૦ અસાધારણ ખંખોળવાલાયક સ્થળોમાં સ્થાન પામ્યા છે. ટાઇમે જણાવ્યું હતું કે જીવન સમક્ષ ૨૦૨૨માં આવતા પડકારોની સાથે તે આશા છે કે પ્રવાસ દ્વારા સમજ અને માનવીય જોડાણ સાધી શકાશે. વિશ્ર્વની મોટાભાગની રસી કોરોના સામે રસીકરણ પામી ચૂકેલી છે ત્યારે વિશ્ર્વના પ્રવાસીસીઓ રસ્તાઓ પર અને વિમાનોમાં ફરવા નીકળી પડ્યા છે. હોસ્પિટાલિટી ઉદ્યોગ ફરીથી જોમવંતો થઈ ગયો છે. ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ પ્રાચીન અને પ્રવર્તમાન બંનેનું જોડાણ ધરાવે છે અને તે સાંસ્કૃતિક ટુરિઝમનું મક્કા છે. અહીં ગાંધી આશ્રમ સાબરમતી નદીના કાંઠે ૩૬ કિ.મી.માં ફેલાયેલો છે. વિશ્ર્વનો સૌથી લાંબો નૃત્ય ફેસ્ટિવલ નવરાત્રિ અહીં યોજાય છે. અમદાવાદ ગુજરાતનું સાયન્સ સિટી છે. અહીં મનોરંજન કેન્દ્રોની સાથે થીમ પાર્ક છે. તેમા ૨૦ એકરનો નેચર પાર્ક છે અને તેનું સૌથી મોટું આકર્ષણ જાતજાતના છોડવા છે. આ ઉપરાંત નવી ઇન્ટરએક્ટિવ રોબોટિક ગેલેરી છે, તેમા રોબોટિક્સમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ટ્રાન્સફોર્મરની ટાવરિંગ રેપ્લિકા છે. સાયન્સ સિટીમાં નવું એક્વેરિયમમાં સમગ્ર વિશ્ર્વની દરિયાઈ પ્રજાતિઓ છે, અને તે ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here