લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે  ઓનલાઈન ગેમનો ઉપયોગ વધી ગયો

 

અમદાવાદઃ કોરોના મહામારી સામે જંગ જીતવા માટે સરકાર અને તંત્ર દ્વારા લોકોને ઘરોમાં રહેવા અપીલ કરાઈ રહી છે. દરમ્યાન ઘરમાં બેઠા-બેઠા કંટાળેલા લોકો ઓનલાઈન રમતો ઉપર વળ્યા છે. હાલમાં લુડો, હાઉઝી, પબજી સહિતની ગેમ પ્રચલિત બની છે. 

ઓહ..ઓ.. આ લોકડાઉનમાં ઘરમાં બેસી-બેસીને તો કંટાળ્યા- આ વાકય મોટાભાગના ઘરોમાં પ્રત્યેક સભ્યોના મુખમાં સાંભળવા મળતું હશે. આ દિવસોમાં સમય પસાર કરવા માટે કેટલાક લોકો’ પોતાના જૂના-જૂના મિત્રો સાથે વોઈસકોલ અને વીડિયોકોલ કરી જૂના સ્મરણો વાગોળી રહ્યા છે.’ ફિલ્મો જોવાનો શોખીન વર્ગ ફિલ્મો જોઈને સમય વિતાવી રહ્યા છે. વેપાર અને વાણિજ્ય તથા નોકરી સંલગ્ન કામગીરીના ચક્રવ્યૂહમાંથી બહાર આવેલો ખૂબ મોટો વર્ગ મિત્રો અને પરિવારજનો સાથે આંતરિક રમતો રમી હળવાશની પળોની મજા માણી રહ્યો છે. 

યુવાવર્ગ પોતાના મિત્રો સાથે સંપર્કમાં રહેવા અર્થે રોજ સવારથી મોડી રાત સુધી ‘મોબાઈલ ઉપર’ ઓનલાઈન લુડો ગેમ રમવામાં વ્યસ્ત બન્યો છે. અમુક લોકોએ વોટ્સએપ ઉપર ‘હાઉઝી’ નામનું ગ્રુપ બનાવી રમત રમવાનું ચાલુ કર્યું છે. 

આ ઉપરાંત પબજી તો ખરી જ હો. લોકડાઉનના સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઓનલાઈન ગેમિંગ સમય પસાર કરવા ઉપયોગી થઈ રહી છે એવું લાગી રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here