કોઈ પણ રાજ્યમાં CBI તપાસ પહેલાં રાજ્યની લીલીઝંડી જરૂરીઃ સુપ્રીમકોર્ટ

 

નવી દિલ્હીઃ કોઇ પણ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ને સોંપવા માટે રાજ્ય સરકારની પરવાનગી જરૂરી છે એવો મહત્ત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. ગુરુવારે સવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ બંધારણીય જોગવાઇ ફેડરલ કેરેક્ટરને અનુરૂપ છે. કોઇ પણ કેસની તપાસ રાજ્ય સરકારની સંમતિ વિના CBI કરી શકે નહીં.

આ મુદ્દે તાજેતરમાં ઘણો વિવાદ થયો હતો. ખાસ કરીને બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળ અવસાનના કેસમાં મુંબઇ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મુંબઇ પોલીસની તપાસ સાચી દિશામાં હોવાનું જણાવીને CBI આ કેસની તપાસ સોંપાય એનો વિરોધ કર્યો હતો. CBI તપાસમાં પણ મુંબઇ પોલીસની તપાસ જેવું તારણ આવ્યું ત્યારે રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે CBI મહારાષ્ટ્રમાં કોઇ કેસની તપાસ કરવા દેવાની પરવાનગી રાજ્ય સરકાર પાછી ખેંચી લે છે. જો કે જે કેસની તપાસ અગાઉથી CBI કરી રહી હોય એને આ હુકમ લાગુ પડતો નહોતો. મહારાષ્ટ્રના પગલે અન્ય એક બે રાજ્યોએ પણ CBI આપેલી પરવાનગી પાછી ખેંચી લીધી હતી.  સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ ૧૯૪૬ અન્વયે આ નિયમ લાગુ પડે છે. કોઇ પણ કેસની તપાસ શરૂ કરવા અગાઉ CBI સંબંધિત રાજ્ય સરકારની સંમતિ અને પરવાનગી લેવી જરૂરી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here