જાણીતા આર્ટિસ્ટ કાનન ખાટતું આર્ટ એક્ઝિબિશન મુંબઈની વિખ્યાત જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયું

 

 

પ્રતિનિધિ દ્વારા 

જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનું એક્ઝિબિશન વિખ્યાત જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાઈ ગયું, જેમાં તેમણે “માયા’ સિરિઝના પેઈન્ટિંગ્સ કલાચાહકો સામે મૂક્યાં હતાં.

કાનનનાં આ એક્ઝિબિશનને ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો હતો. દેશવિદેશના સંખ્યાબંધ કલાચાહકો આ એક્ઝિબિશન જોવા પહોંચ્યા હતા તો જુદા-જુદા ક્ષેત્રોની અનેક નામાંકિત વ્યક્તિઓ પણ કાનનનાં એક્ઝિબિશનની મુલાકાતે આવી હતી.

વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડોક્ટર જે. જે. રાવલ, બોમ્બે સ્ટોક એક્સચેન્જના સીઇઓ અને મેનેજિંગ ડિરેકટર આશિષકુમાર ચૌહાણ, પ્રખ્યાત આર્ટિસ્ટ પૃથ્વી સોની, “તારક મેહતા કા ઊલટા ચશ્મા’ સિરિયલના પ્રોડ્યુસર્સ આસિતકુમાર મોદી અને નીલા મોદી, જગવિખ્યાત સેક્સોલોજીસ્ટ અને કલાચાહક, આર્ટ પીસ કલેક્ટર એવા પદ્મશ્રી ડોક્ટર પ્રકાશ કોઠારી, ઇન્ડો-યુએસ કલ્ચરલ કાઉન્સિલના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને પ્રસિદ્ધ સંતુરવાદક સ્નેહલ મુઝુમદાર, બોલીવૂડ અને ટેલિવૂડના પ્રસિદ્ધ કલાકારો પદ્મશ્રી મનોજ જોશી, નેહા મહેતા, સુજાતા મહેતા, તન્મય વેકરિયા ‘તારક મેહતા..’ સિરિયલના બાઘા બોય, સીઆઈડી સિરિયલના અભિનેતા હૃષિકેશ પાંડે તથા મીનળ પટેલ, અને અભિનેતા દિગ્દર્શક અરવિંદ વેકરિયા, કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા એવાં સુખ્યાત સાહિત્યકાર વર્ષા અડાલજા, જાણીતાં લેખિકા ગીતા માણેક, ફિલ્મ રાઇટર-ક્રિએટિવ પ્રોડ્યુસર અને નવલકથાકાર આશુ પટેલ, જાણીતાં આર્ટિસ્ટ માધવી અડાલજા સહિત જુદા જુદા ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓએ પણ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને કાનનનાં પેઈન્ટિંગ્સની પ્રશંસા કરી હતી.

આ પ્રદર્શનને મુલાકાતીઓ દ્વારા અભુત પ્રતિસાદ મળ્યો હતો. કાનન ખાંટ આ પહેલા પણ નહેરુ આર્ટ ગેલેરી અને ઇન્ડિયા આર્ટફેરમાં પોતાની કલાકૃતિઓનું પ્રદર્શન કરી ચૂક્યાં છે. આવતા વર્ષના માર્ચ મહિનામાં વર્લ્ડ આર્ટ દુબઈ ખાતે યોજાનારા એક્ઝિબિશનમાં પણ કાનન ખાંટના ચિત્રોનું પ્રદર્શન થશે. તેમની કલાકૃતિઓએ ભારત અને વિદેશના અનેક કલાપ્રેમીઓના હૃદયમાં અને ઘરોમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.

માયા શ્રેણી પાછળની તેમની વિચારપ્રક્રિયા વિશે કાનને પત્રકારોને કહ્યું હતું કે મેં આધ્યાત્મિક અને પૌરાણિક કથાઓમાં નારીતત્વોને જોડવાનો પ્રયત્ન કર્યો છે. મેં મારા આ કામમાં કલમકારી કલા સ્વરૂપને અપનાવ્યું છે. ઘણા લોકોને કદાચ ખબર નહિ હોય કે વર્ષો પહેલા, જે કલાકારો ગામડે-ગામડે જતા હતા, તેઓ તેમની વાર્તાઓ કહેવા માટે કલમકારી ચિત્રકલાનો ઉપયોગ કરતા હતા. હું પણ મારી કળા દ્વારા વાર્તા કહું છું. હું આજીવન વિદ્યાર્થી તરીકે સતત કંઈકને કંઈક નવું શીખી રહી છું, પ્રયોગો કરી રહી છું. | ‘તારક મેહતા કા ઊલટા ચશ્મા’ ટીવી સિરિયલના પ્રોડ્યુસર્સ આસિતકુમાર મોદી અને નીલા મોદીએ કહ્યું હતું કે “આ પેઈન્ટિંગ્સમાં એક અનેરું આકર્ષણ છે અને આ “માયા” થીમ અંતર્ગત બનેલા પેઈન્ટિંગ્સ કંઈક જુદા જ પ્રકારના છે.” | સુપ્રસિદ્ધ અભિનેત્રી નેહા મહેતાએ કહ્યું હતું કે “કાનનની કલાની હું ચાહક છું અને અગાઉ પણ તેમના આર્ટ એક્ઝિબિશનમાં હું હાજરી આપી ચૂકી છું. મને જહાંગીર આર્ટ ગેલેરીમાં તેમના પેઈન્ટિંગ્સનું પ્રદર્શન જોઈને અવર્ણનીય આનંદ થાય છે.”

વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક અને ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડોક્ટર જે. જે. રાવલે કહ્યું હતું કે કાનનબેનના ચિત્રોમાં આધ્યાત્મિકતા જોવા મળે છે. ઈશ્વરના આશીર્વાદ હોય તો જ આટલું શ્રેષ્ઠ કલાસર્જન થઈ શકે તો બોમ્બે સ્ટોક એકચેન્જના સીઇઓ અને મેનેજિંગ ડિરેકટર આશિષકુમાર ચૌહાણે અને વિખ્યાત અભિનેતા પદ્મશ્રી મનોજ જોશીએ પણ કાનનના પેઇન્ટિંગ્સની પ્રશંસા કરી હતી.

“તારક મેહતા કા ઊલટા ચશમા’માં બાઘા બોયના પાત્ર થકી વિખ્યાત બનેલા અભિનેતા તન્મય વેકરિયાએ પત્રકારોને કહ્યું હતું કે કાનન ખાંટ મારા માટે ફેમિલી મેમ્બર સમાન છે અને એ દૃષ્ટિએ આ અમારા ફેમિલીનું ફંક્શન છે. અહીં છે એ બધા જ પેઈન્ટિંગ્સ જાણે હમણાં બોલી ઊઠશે એવું લાગે છે. કાનનનું આર્ટવર્ક અદ્ભુત છે, તેમના દરેક પેઈન્ટિંગ્સ દર્શાવે છે કે તેમના હાથમાં અદ્ભુત કલા છે. એક-એક પેઇન્ટિંગ બનાવવા માટે તેમણે કેટલી કાળજીપૂર્વક અને કેટલી બારીકાઈથી કામ કર્યું છે એ જોઈ શકાય છે. જહાંગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજાવું એ વાત જ કોઈ પણ કલાકાર માટે એક મોટી સિદ્ધિ છે. બધા જ પેઈન્ટિંગ્સ જાણે પોતાની કોઈને કોઈ વાર્તા કહી રહ્યા છે.”

પ્રખ્યાત અભિનેત્રી સુજાતા મહેતાએ કહ્યું હતું કે “જહાંગીર આર્ટ ગેલેરી એ આમ પણ મારી ફેવરિટ ગેલેરી છે. ઘણા નામાંકિત ચિત્રકારોના પેઇન્ટિંગ્સના પ્રદર્શન અહીં થયા છે. આજે કાનનનું એક્ઝિબિશન જોઈને બહુ ખુશી થઈ અને સાથે નવાઈ પણ લાગી કે તેમણે આટલું અદ્ભુત આર્ટવર્ક કર્યું છે.’

આ એક્ઝિબિશનની મુલાકાત લીધા પછી વર્ષા અડાલજાએ કહ્યું હતું કે “કાનનને ઘણા વર્ષોથી હું ઓળખું છું. તેને પોતાને ફૂલોની જેમ ખીલતા મેં જોઈ છે. તે ટુડન્ટ હતી ત્યારથી તેને ઓળખું છું અને એક જબરદસ્ત પેશન સાથે કલાની સાધના કરતી મેં તેને જોઈ છે. જે કામ તમે હાથમાં લીધું હોય એ કલાકો સુધી થાક્યા વિના કરતા રહેવું એ પહેલેથી જ કાનનની ભીતરના કલાકારનો ગુણ રહ્યો છે એમ હું કહીશ.”

જાણીતાં અભિનેત્રી મીનળ પટેલે કહ્યું હતું કે “આજે મને આ પેઈન્ટિંગ્સ એક્ઝિબિશન જોઈને બહુ જ ખુશી થાય છે. કાનન મારી ફ્રેન્ડ છે એનો મને ગર્વ છે. એક-એક પેઇન્ટિંગ્સમાં તેમણે જે કલર અને એના શેટ્સ વાપર્યા છે એ અદભુત કોમ્બિનેશન્સ છે. બહુ જ આશ્ચર્યજનક કામ કર્યું છે કાનને.”

ડોક્ટર પ્રકાશ કોઠારીએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે કાનનનાં પેઇન્ટિંગ્સમાં ખૂબ સુંદર કળા છે. આ પેઇન્ટિંગ્સ જીવંત લાગે છે. તમે જોઈ શકો છો કે તેણે દરેક વસ્તુની વિગતવાર કાળજી લીધી છે અને ક્રેમિંગ પણ ખૂબ જ અનન્ય છે! આ બધું બતાવે છે કે કાનને એમાં પૂર્ણપણે જાન રોપવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે એક શેર કહ્યો હતો કે “ક્યા ખૂબ ઊતારી હૈ મુદસર યે તસવીર. દેખી ન સુની ઐસી તો પ્યારી તસવીર. અરે જબ હાથ લગાતા હું તો જી ડરતા હૈ કહીં કુછ કહ ન બૈઠે યે તસવીર!” પછી તેમણે ઉમેર્યું હતું કે કાનન મારી જૂની ફ્રેન્ડ છે. લોકો કહે છે કે દોસ્ત અને દારૂ જૂના સારા છે. મેસેજ એ છે કે આ કળા છે. એક ભાવ છે જે અંદરથી ઊભરી આવે છે. “માયાના આ એક-એક પેઇન્ટિંગ્સમાં કલર કોમ્બિનેશન જે કાનનજીએ બતાવ્યા છે એ અદભુત છે.”

લેખક-દિગ્દર્શક લતેશ શાહે કહ્યું કે “આ પેઇન્ટિંગ્સ જોઈને હું ખુશ જ નથી થયો, પણ દિમૂઢ બની ગયો છું. કારણ કે એક-એક પેઈન્ટિંગ અદ્ભુત છે અને કાનને માયાની જે વ્યાખ્યા કરી છે એ કમાલની છે! કલર અને સિમ્બોલ સાથે આવી વ્યાખ્યા કદાચ કોઈ આપી શકશે નહીં.”

પ્રસિદ્ધ રાઇટર ગીતા માણેકે કહ્યું હતું કે હું તો રાઇટર છું અને અમે શબ્દોથી કલર ભરવા ટેવાયેલા હોઈએ, પણ આ ચિત્રો દ્વારા થયેલું કલરકામ છે જે આશ્ચર્યજનક છે. કારણ કે આ પેઇન્ટિંગ્સ આપણને બહારથી અંદર લઈ જવા પ્રેરિત કરે છે અને એના થીમ “માયા જેના થકી કાનને ફિમેઇલની વાત કરી છે. તો માયથોલોજીમાં સ્ત્રી જે શક્તિ છે, ઊર્જાનો સ્ત્રોત છે એ બધુ જ એમાં બખૂબી એક્સપ્રેસ કરવામાં આવ્યું છે. કાનનના કલર્સના એક એક સ્ટ્રોક જાણે બોલકા છે. હું રાઇટર છું તો સમજી શકું છું કે આ ચિત્રો એટલું બધું બોલે છે કે તમે બસ તેને સાંભળ્યા કરો. આ માત્ર પેઇન્ટિંગ્સ નથી એક કવિતા પણ છે, એક ગીત છે, એક ભાવના

એચ એન્ડ મૂવીઝના સીઇઓ ખુશાલી દવેએ હતું કે “કાનનબેને દરેક પેઇન્ટિંગ્સમાં દરેક કલરની જાણે અહીં એક નવી ઓળખ ઊભી કરી છે.

જ્યારે મેં આ એક્ઝિબિશન જોયું તો મને સમજાયું કે હું પોતે ભીતરથી કેટલું ફ્રેશ ફીલ કરી રહી છું. આ પેઇન્ટિંગ્સમાં પોઝિટિવ વાયબ્રેશન્સ તો છે જ પણ એ સાથે એમાં જે સાદગી છે એ અદ્ભુત છે.”

કાનન ખાંટે આ વખતે તેમની “માયા’ સિરીઝના કેટલાંક નવા ચિત્રો પણ સામેલ કર્યા હતા. તેમણે પોતાનું આ આર્ટવર્ક ભુલાઈ ગયેલા ભારતીય કારીગરોને, ખાસ કરીને મહિલા કલાકારોને સમર્પિત કર્યું હતું. મુંબઈની પ્રખ્યાત નિર્મલ નિકેતન કોલેજમાં કમર્શિયલ આર્ટનો અભ્યાસ કરનારાં કાનને ભારતનાં નામાંકિત પ્રકાશન જૂથનાં પ્રખ્યાત મેગેઝીનમાં કલાકાર તરીકે કામ કર્યું છે અને એડ એજન્સી તથા એનિમેશન ફિલ્મ ટુડિયોમાં આર્ટ ડિરેક્ટર તરીકે પણ તેમણે ફરજ બજાવી છે. ર૦૧પથી તેઓ ઈન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે અને અનેક ઍક્ઝિબિશન્સમાં તેમણે પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here