અમેરિકા કોરોના વાઇરસ સામે લડવા ૮.૩ અબજ ડોલર અને  ઓસ્ટ્રેલિયા ૧ અબજ ડોલર ખર્ચશે

 

મેલબોર્ન, વોશિંગ્ટનઃ નવા કોરોના વાઇરસ સામે લડવા માટે ઓસ્ટ્રેલિયા એક અબજ ડોલર ખર્ચશે, એમ વડા પ્રધાન સ્કોટ મોરિસને ગુરુવારે જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયામાં કોરોના વાઇરસના ચેપની સંખ્યા ૬૧ પર પહોંચી છે.

વડા પ્રધાન મોરિસને જણાવ્યું હતું કે કોરોના વાઇરસની સારવાર માટે જાહેર આરોગ્યના ખર્ચને પહોંચી વળવા ફેડરલ સરકાર અને રાજ્ય સરકારો અડધા-અડધા ભાગે ભંડોળ આપશે. એક સત્તાવાર નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે એક અબજ ઓસ્ટ્રેલિયન ડોલર તત્કાળ ધોરણે ઉપલબ્ધ કરાવાશે, જ્યારે જરૂર પડે તો ફેડરલ સરકાર તરફથી વધુ ભંડોળ છૂટું કરવામાં આવશે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રોગચાળાને પ્રતિસાદ આપવા માટે ઓછામાં ઓછા એક અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનો ખર્ચ થશે અને આ રકમ ફેડરલ (કેન્દ્ર), રાજ્ય અને પ્રદેશ સરકારો વચ્ચે ભાગીદારી કરવામાં આવશે.

દરમિયાન વોશિંગ્ટનથી મળતા અહેવાલ જણાવે છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક ૮.૩ અબજ ડોલરના ભંડોળના ખર્ચના ખરડા પર હસ્તાક્ષર કરી શકે છે.

આ કાયદો ફેડરલ જાહેર આરોગ્ય એજન્સીઓને રસીઓ, ટેસ્ટ અને સંભવિત સારવાર માટે ખર્ચ કરવા નાણાં પૂરાં પાડવામાં આવશે અને રાજ્યો તથા સ્થાનિક સરકારોને આ ખતરા સામે પ્રતિસાદ આપવા માટે તૈયાર થવામાં મદદ કરશે.

સેનેટે આ ખરડો ગુરુવારે જ પસાર કર્યો હતો. આ ખરડો સેનેટમાં ૯૬ઃ૧ મતથી પસાર થયો હતો અને તેને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યો હતો. એકમાત્ર સેનેટર રેન્ડ પૌલે વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. અમેરિકામાં આ રોગથી ૧૪નાં મોત  થયાં છે અને ૧૯ રાજ્યોના ૨૨૯ લોકોને ચેપ લાગ્યો છે. સરકાર હવે લશ્કર બોલાવવા વિચારે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here