કેન્દ્ર સરકારે ભૂમિ-જમ્મુ- કાશ્મીર અને લદાખ માટે ભૂમિ કાનૂનને સંબંધિત નોટિફિકેશન જારી કર્યું ..

 

         જમ્મુ – કાશમીરનો વિશેષ દરજ્જો – કલમ 370 કલમ રદ કરીને સંસદે ગત વરસે જમ્મુ- કાશ્મીર માટે વિકાસનો નવો માર્ગ મોકળો કર્યો હતો. ત્યારબાદ હવે કેન્દ્ર સરકાર ભૂમિ વિષયક નવો કાનૂન લાવી છે. હવે કોઈ પણ ભારતીય નાગરિક જમ્મુ- કાશ્મીરમાં જમીન ખરીદી શકશે. જમ્મુ-કાશ્મીરમાં આ કાયદો તત્કાળના ધોરણે લાગુ થઈ જશે. આ અગાઉ જમ્મુ- કાશ્મીરમાં જમીન કે મિલ્કત ખરીદવા  માટે રાજ્યના વતની હોવાનું ફરજિયાત હતું. બહારના રાજ્યની કોઈ પણ વ્યક્તિ – ભારતીય જમ્મુ- કાશ્મીરમાં સ્થાવર મિલ્કત ખરીદી ના શકે એવો કાયદો અમલમાં હતો. જેને કારણે અનેક ભારતીય રોકણકારો આ રાજ્યોમાં જમીન કે અન્ય સ્થાવર મિલકત ખરીદી શકતા નહોતા. હવે આ અડચણને કેન્દ્ર સરકારે હંમેશા માટે ખતમ કરી દીધી છે. જમ્મુ- કાશ્મીર પુનગર્ઠન અંતર્ગત, નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. નેશનલ કોન્ફરન્સના અગ્રણી નેતા ઉમર અબદુલ્લાએ કેન્દ્રના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે એક ટવીટ કરીને જણાવ્યું હતું કે, જમ્મુ- કાશ્મીરમાં ભૂમિ સંબંધિત જે કાનૂન બદલવામાં આવ્યો છે, તે  સ્વીકારી શકાય તેમ નથી. હવે કાશ્મીરનું સેલ ચાલુ થઈ જશેઅને નાના દરજ્જાના જમીન માલિકોને એને લીધે તકલીફ સહન કરવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here