વિજયરાજ સાવર્જિનક પુસ્તકાલયમાં સાિહત્ય પ્રદશર્ન યોજાયું

કચ્છ:  વિજયરાજ સાર્વજનિક પુસ્તકાલયમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના સૂચન અને પ્રેરણાથી કચ્છના સાહિત્યકારોના સાહિત્યનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સાહિત્ય પ્રદર્શનનું ઉદઘાટન કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાંસદ દ્વારા ઈ-લાયબ્રેરીના ખાસ વિભાગનું ઉદઘાટન કર્યું હતું અને તે સાથે સમગ્ર સંકુલમાં ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું.
કચ્છના સાહિત્યકારોના સાહિત્યની પ્રદર્શન નિહાળ્યા બાદ સંસદે આ પ્રકારના પ્રદર્શન સતત યોજાય અને આ સાહિત્યકારોની સાથે જે નવોદિત સાહિત્યકારો છે તેમને આ પ્રકારના સાહિત્ય પ્રદર્શનમાં પોતાના પુસ્તકો પ્રદર્શિત કરવા માટેનો લાભ મળે તેવી ગોઠવણ કરવાનું પણ સૂચન કર્યું હતું જે અંતર્ગત કચ્છના તમામ કચ્છી સાહિત્યકારો જે કચ્છ અથવા તો કચ્છથી બહાર અથવા તો ભારતથી પણ બહાર વસે છે પણ જેમણે કચ્છી ભાષામાં અને અન્ય ભાષાઓમાં પણ સાહિત્ય ખેડાણ કર્યું છે એવા મૂળ કચ્છી સાહિત્યકારોને પોતાના સાહિત્ય પ્રકાશનો વિજયરાજ સાર્વજનિક પુસ્તકાલયમાં પહોંચાડવા માટે પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય દ્વારા ઇજન આપવામાં આવે છે એમના પુસ્તકો પુસ્તકાલયમાં ખાસ પ્રદર્શિત કરવામાં આવશે અને એ રીતે કચ્છના તમામ સાહિત્ય લેખકો જેવા કે બાળ લેખો ધાર્મિક પુસ્તકો નવલિકાઓ નવલકથાઓ વગેરે તમામનો સમાવેશ કરી અને આ પ્રકારના તમામ સાહિત્યકારોના પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવા સાંસદની સૂચના અનુસાર અને તેમની પ્રેરણા અનુસાર તૈયારી બતાવી છે સાંસદના સૂચન અને તેમની પ્રેરણાથી જ યોજાયેલ સાહિત્ય સર્જકોના સાહિત્યના પ્રદર્શનમાં પુસ્તકાલયના ઉપપ્રમુખ રેશ્માબહેન ઝવેરી મંત્રી નિરૂપણભાઈ છાયા તથા સંસ્થાના ટ્રસ્ટીઓ એવા પિયુષભાઈ પટણી, સંજયભાઈ ઠાકર, ઝવેરીલાલભાઈ સોનેજી, મનનભાઈ ઠક્કર, દર્શકભાઈ બુચ તથા કચ્છી સાહિત્યકારો પબુ ગઢવી, પુષ્પ લાલજી મેવાડા, મોહનલાલ જોશી, પ્રમોદભાઈ જેઠી, હિતેશભાઈ ઠક્કર દિલીપભાઈ આચાર્ય, નવીનભાઈ ત્રિપાઠી સહિતના અન્ય સાહિત્યકારો તથા ભુજ તથા સમગ્ર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં સાહિત્ય પ્રેમી જનતાએ આ પુસ્તક પ્રદર્શનનો લાભ લીધેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here