ભારતમાં કોરોના મહામારીના માહોલમાં કેટલાક રાહતભર્યા સમાચાર 

 

      કોરોના મહામારીનાો કેર  હજી શાંત થયો નથી. છતાં રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કેસ ગત દિવસોની અપેક્ષાએ ઓછા થયા છે. દેશમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. આમ છતાં કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારની લાપરવાહી સાંખી લેવા માગતી નથી. સરકારે અનલોક-5નું અવલોકન કરીને ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ગૃહ મંત્રાલય તરફથી કોરોના મહામારીને સંબંધિત ગાઈડલાઈન્સને જોતાં 30 સપ્ટેમ્બરના જે આદેશ લાગુ કરવામાં આવ્યા હતા તે હવે 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. રાજ્યમાં વસ્તુઓની હેર-ફેર અને લોકોના આવન- જાવન પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં નહિ આવે. એ માટે કોઈ વિશેષ પરવાનગી કે ઈ- પરમિટની આવશ્યકતા નહિ રહે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરવામાં આવશે. કેન્દ્રીય  સ્વાસ્થ્યમંત્રીના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું  કે, છેલ્લા પાંચ સપ્તાહથી જોવામાં આવી રહ્યું છે કે, કોરોનાથી થનારા મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં રિકવરી રેટ હવે 90.62 પર પહોંચી ગયો છે. રિકવરીનો આંક સતત વધતો જાય છે, તે પણ એક સારી નિશાની છે. દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના 78 ટકા એકિટવ કેસ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશના પાંચ રાજ્યો  : મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, છત્તીસગઢઅને કર્ણાટકમાં મોતના 58 ટકા નવા કેસ નોંધાયા હતા. તહેવારો દરમિયાન કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here