ઈન્ફોસિસના સહ- સ્થાપક એન. આર. નારાયણ મૂર્તિ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી સુધા મૂર્તિના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે

0
1112

એન આર. નારાયણ મૂર્તિ અને તેમનાં પત્ની સુધા મૂર્તિનું જીવન એ સંઘર્ષ. પુરુષાર્થ, સરળતા અને સાદગીભરી જીવન- શૈલીની એક પ્રેરક કછા છે. તેમના જીવનની ઘટનાઓ અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહે તેવી છે. આથી બોલીવુડના દ્રષ્ટિસંપન્ન કસબીઓએ આફિલ્મ બનાવવાની જાહેરાત તાજેતરમાં કરી હતી. ઉપરોક્ત મૂર્તિ – દંપતીનું દેશ માટે યોગદાન અને તેમની કારકિર્દીને કેન્દ્રમાં રાખીને ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે. ફિલ્મનું નિર્દેશન અશ્વિની તિવારી કરશે. સંજય ત્રિપાઠી ફિલ્મની કથા- પટકથા લખી રહ્યા છે. ભારતના દાનવીરોમાં નારાયણ મૂર્તિનું નામ ટોચ પર છે. તેમમે ઈન્ફોસિસ ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી છે , જેસંસ્થા ગરીબ અને જરૂરતમંદ લોકોને શિક્ષણ તેમજ સ્વાસ્સ્થ્ય અંગેની સુવિધા આપે છે. તેમને મદદરૂપ બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here