એવી પ્રોડક્ટ બનાવો જે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેડ ફોર વર્લ્ડ’ હોયઃ વડા પ્રધાન મોદી

 

નવી દિલ્હીઃ ઘ્ત્ત્ના ૧૨૫ વર્ષ પુરા થતાં શુભેચ્છા પાઠવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે માણસ દરેક મુશ્કેલીનું સમાધાન શોધી લે છે. દેશવાસીઓનું જીવન બચાવવાનું છે, અર્થવ્યવસ્થાને વધારવાની છે. કોરોનાકાળમાં ઓનલાઇન ઇવેન્ટ સામાન્ય થતી જાય છે. ‘દુનિયાના મુકાબલે ભારતની સ્થિતિ સારી છે. આત્મનિર્ભર ભારત આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. આપણે વિકાસ દરને ફરીથી પ્રાપ્ત કરીશું. અનલોક-૧માં અર્થવ્યવસ્થાને ફરી ખોલી દેશે. મને ભારતના ખેડૂતોને અને ઉદ્યોગપતિઓ પર વિશ્વાસ છે. તેમ નરેન્દ્ર મોદીએ કહ્યું.

તેમણે આગળ કહ્યું કે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વડે ગરીબોની મદદ કરવામાં આવી છે. ગરીબોને ૮ કરોડ ગેસ સિલિન્ડર મફત આપવામાં આવ્યા છે. હવે ખેડૂતોને તેમના અધિકાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ભારતે યોગ્ય સમય પર યોગ્ય પગલાં ભર્યા છે. ૭૪ કરોડ લાભાર્થીઓને રાશન આપ્યું. આપણા માટે સુધારાનો અર્થ કડક પગલાં લેવાનો છે.’

લોકડાઉનને પાછળ છોડીને ભારત અનલોક ૧.૦માં પ્રવેશ કરી ચૂક્યું છે, ભારતની ક્ષમતાઓ અને તેની સંકટ મેનેજમેન્ટ વ્યવસ્થામાં વિશ્વાસ રાખો. અમે નિશ્વિતપણે આપણા વિકાસ દરને પ્રાપ્ત કરીશું. આપણે કોરોના વાઇરસથી લડવા માટે કડક પગલાં ભરવા પડશે અને સાથે જ અર્થવ્યવસ્થાની પણ દેખરેખ માટે પગલાં ભરવા પડશે અને દુનિયાને ભારત પાસે આશા છે. સતત આપણે આયાતને ઓછી કરી રહ્યા છીએ. ત્રણ મહિનામાં પીપીઇનું કરોડોમાં ઉત્પાદન કર્યું છે. દેશ આજે વિકાસના નવા માર્ગ પર છે. નાના ઉદ્યોગો દેશની અર્થવ્યવસ્થાનું એન્જીન છે. ભારત પાસે ક્ષમતા અને પ્રતિભા છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here