જમ્મુ- કાશ્મીરમાંથી તમામ ચાત્રીઓને પાછા ફરવાનો આદેશઃ અમરનાથ યાત્રા બંધ , રસ્તામાં પાકિસ્તાન નિર્મિત અનેક બારુદ સુરંગ મળી આવી

0
849

જમ્મુ- કાશ્મીરમાંથી બધા જ યાત્રીઓને પરત આવવાનો આદેશ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જમ્મુ- કાશ્મીરના વિસ્તારમાં બારુદ બિછાવેલી સુરંગ મળ્યા બાદ કેન્દ્ર સરકારે અમરનાથ યાત્રાના તમામ પ્રવાસીઓને પાછા ફરવાનું ફરમાન કર્યું હતું. અમરનાથ યાત્રાના માર્ગમાં એક અમેરિકન સ્નાઈપર  રાયફલ એમ-24 મળી આવી હતી. આ સિવાય રસ્તામાં પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલી અનેક બારુદ બિછાવેલી સુરંગ પણ મળી આવી હતી. ભારતીય સેનાએ નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, હાલમાં આ વિસ્તારનું ઓપરેશન ચાલી રહ્યું છે. અન્ય બારુદવાળી સુરંગો મળવાની પણ સંભાવના છે. 

       ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આતંકીઓએ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાની યોજના ઘડી હતી. લેફટનન્ટ જનરલ કે જે એસ ધિલ્લોને જણાવ્યું હતું કે, આ સુરંગો મળ્યા બાદ એ વાત સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાન આર્મી હજી પમ આતંકવાદીઓને સાથ આપી રહ્યું છે. હવે અમે આ બાબત સહન કરીશું નહિ. જમ્મુ- કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના આશયથી પાકિસ્તાનનું લશ્કર આતંકવાદીઓની આવી ભાંગફોડ પ્રવૃત્તિને સાથ આપી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા સમર્થન મેળવનારા આતંકી સંગઠનોએ  છેલ્લા કેટલાક સમયથી આઈઈડી અને બારુદનો ઉપયોગ કર્યો છે. અમરનાથ યાત્રાના વિસ્તારમાં હજી તપાસનું કા4ય – સર્ચ ઓપરેશન ચાલુ છે. જૈશ- એ. મોહમ્મદ અને લશ્કર-એ. તોયબા જેવા આતંકી સંગઠનોને જમ્મુ- કાશ્મીરમાંથી જડમૂીળથી નષ્ટ કરવાનો ભારતીય આર્મીનો દ્રઢ નિર્ધાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here