ગુજરાતમાં વધી રહેલા કોરોનાના ઉત્પાતને કારણે લોકોને ખૂબ હેરાનગતિ ભોગવવી પડી રહી છે..

 

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સ્વીકાર્યું હતું કે, કોરોના સંક્રમણ – સમયકાળમાં રાજ્યમાં મેન પાવર, હોસ્પિટલોમાં બેડની (પથારી)અછત અને ઓકસીજનની પણ અછત પ્રવર્તતી રહી છે. હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજયમાં પરિસ્થિતિ ભયજનક છે. બધી યોજનાઓ માત્ર કાગળ પર જ છે. નક્કર હકીકત જુદી જ છે. અમે લોકોના જીવ બચાવવાની વાત કરીએ છીએ. પહેલાં લોકોના  જીવન ઉગારવાના રસ્તાઓ વિષે વાત કરો.મૃત્યુના આંકડા અંગે પછી વાત કરીશું. અત્યારે તમે બ્રેક ધ ચેઈનની વાત કરો. લોકડાઉન અંગે તમારો શું મત છે…ગુજરાત હાઈકોર્ટે એમ્બ્યુલન્સના મામલામાં સરકારને ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટે સરકારને કહ્યું હતું કે, એમ્બ્યુલન્સની બાબતે તમારો અભિગમ, તમારું સ્ટેન્ડ વિરોધાભાસી છે. ખાનગી વાહનોમાં આવેલા દર્દીઓને કેમ એડમિટ કરવામાં નથી આવતાં..??આવું કેમ બની રહ્યું છે…આ બધું અટકાવવા માટે તમે શું શું પગલાં લઈ રહ્યા છો.. કેવી તૈયારીઓ કરી રહ્યા છો..તમે માત્ર અમદાવાદની જ વાત કરો છો, પણ આખા રાજ્ય માટે તમારો શું પ્લાન છે..ઓકસિજનની અછત માટે કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો ઢોળવો એ યોગ્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here