એર-ઈન્ડિયાની ડૉમેસ્ટિક વિમાન- સેવાઓ 19મેથી તબક્કાવાર શરૂ કરવાની તૈયારી ..

 

        લોકડાઉનના કારણે દેશમાં જનૃજીવન અને વાહન- વ્યવહાર – બધું જ ઠપ થઈ ગયું છે. કોરોનાની મહામારીને હરાવવા ભારતનું સરકારી તંત્ર અને રાજ્ય સરકારો એક બનીને કામગીરી કરી રહી છે. કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટતી જાય, કોરોના અંગેના ટેસ્ટ ઝડપથી થવા માંડે એ તમામ વ્યવસ્થાનું અવલોકન કર્યા બાદ ધીરે ધીરે લોકડાઉન હળવો કરવાની સરકારની ઇચ્છા છે. . આધારભૂત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 19મી મેથી એર-ઈન્ડિયાની ડોમેસ્ટિક વિમાન-સેવા શરૂ થવાની સંભાવના છે. 19મેથી 2 જૂન સુધીમાં એર-ઈન્ડયાની વિમાન-સેવા – ડોમેસ્ટિક પાલાઈટ નિયત શહેરોમાં શરૂ કરવામાં આવશે. જેમાં મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, બેન્ગલુરુ, કોચી, અમૃતસર, લખનઉ, વિજયવાડા વગેરે શહેરોનો સમાવેશ થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here