ચૂંટણીનો માહોલ તમામ દેશમાં ગાજી રહ્યો છે.. ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કોંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવરાને સમર્થન આપ્યું . જયારે તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભામાં તેમનું વકતવ્ય આપવા ગયા હતા…

0
969
Mukesh Ambani, Chairman and Managing Director of Reliance Industries, reacts during the 2011 spring membership meeting organised by the Institute of International Finance (IIF) in New Delhi March 4, 2011. REUTERS/B Mathur/Files
REUTERS/B Mathur/Files

થોડાક સપ્તાહપહેલા દક્ષિણ મુંબઈમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા મિલિન્દ દેવરાને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાનું સમર્થન આપ્યું હતું૆. જયારે સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈમાં બાન્દ્રા- કુર્લા કોમ્પપ્લેકસમાં યોજાયેલી નરેન્દ્ર મોદીની પ્રચાર રેલીમાં મુકેશ અંબાણીના સોથી નાના પુત્ર અનંત અંબાણીએ હાજરી આપી હતી. તેમણે  એક મરાઠી ટીવી ચેનલના સંવાદદાતાને જણાવ્યું હતું કે, હું અા રેલીમાં વડાપ્રધાનને સાંભળવા આવ્યો છું. મારા દેશને મારું સમર્થન આપવા આવ્યો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here