વડાપ્રધાન બન્યા બાદ ઈમરાન ખાનનું રાષ્ટ્રને સંબોધન- સ્વચ્છતા, શિક્ષણ, ભ્રષ્ટાચારનો અંત, તબીબી સારવાર વ્યવસ્થા , પાકિસ્તાનની બેન્કમાં નાણાં મોકલવા વિદેશી પાકિસ્તાનીઓને અપીલ સહિત સ્વચ્છ , સુદર પાકિસ્તાનના નિર્માણની વાતો કરી..

0
1003
Pakistani politician Imran Khan, chief of Pakistan Tehreek-e-Insaf party, arrives to address an election campaign rally in Islamabad, Pakistan, Saturday, July 21, 2018. Pakistan will hold general election on July 25. (AP Photo/Anjum Naveed)

 

પાકિસતાનના વજીર-એ -આઝમ બન્યા પછી પાકિસ્તાનને સંબોધતાં પાકિસ્તાનના નવા વરાયેલા વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનને સ્વચ્છ અને સુંદર બનાવવાની વાત કરી હતી. દેશમાં દરેક બાળકને સરકારી શાળામાં પર્યાપ્ત શિક્ષણ મળી શકે, મદરેસાની વ્યવસ્થામાં સુધારો થાય, શિક્ષકોના પગારમાં વધારો કરાય વગેરે મુદા્ઓ પર રજૂઆત કરી હતી. પાકિસ્તાનમાં શાંતિનું  વાતાવરણ સ્થાપવા માટે બધા જ પાડોશી દેશો સાથે સુમેળ અને શાંતિભર્યા સંબંધો સ્થાપવાની પણ વાત કરી હતી. વિદેશમાં વસતા પાકિસ્તાનીઓને દેશની બેન્કોમાં નાણાં જમા કરાવવાની અપીલ કરી હતી. પાકિસ્તાનને એક સ્વચ્છ સુખી દેશ બનાવવા માટે પોતે કટિબધ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.