આપણે સરકાર બનાવવાની છે, વિપક્ષમાં નથી બેસવાનું: કેજરીવાલ

 

અમદાવાદ: આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં આમ આદમી પાર્ટી ગુજરાના સંગઠનના ૭૫૦૦ જેટલા પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ ભાજ૫ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે શપથ ગ્રહણ સમારોહમાં ગુજરાત રાજયના બીજા સૌથી મોટા સંગઠનમાં ૭૫૦૦ પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. જેમાં હાલમાં ૬૦૦૦થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ પહેલા ૧૫૦૦ લોકોનું સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. કેજરીવાલે નવનિયુકત પદાધિકારીઓને શપથ ગ્રહણ કરાવતા જણાવ્યું હતું કે આજે ઇમાનદાર, દેશભકિત અને ઇન્સાનીયતની શપથ લેવાની છે. કોંગ્રેસ સંગઠનથી અનેકગણું મોટું સંગઠન બની ગયું છે. કોંગ્રેસ માત્ર કાગળ પર રહ્યું છે. આજે અઠવાડિયા બાદ દરેક બુથ પર ૧૦-૧૦ કાર્યકરનું સંગઠન બનશે. બે મહિનામાં ભાજપથી મોટું સંગઠન બનશે. તેમણે કહ્યું ભાજપ પાસે પેઇડ કાર્યકરો છે. બીજી પાટ ગુંડાઓની પાર્ટી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ વોટ ન જવો જોઇએ. જે લોકો ભાજપને હટાવવા માંગે છે, પરંતુ કોંગ્રેસને વોટ નથી આપતા. જે લોકો ભાજપની નારાજ છે તેઓના દરેકના વોટ ‘આપ’ને મળવા જોઇએ. આપણે વિપક્ષમાં બેસવાનું નથી, પરતું સરકાર બનાવવાની છે. ભાજપે દિલ્હી પોલ ખોલવા ડેલીગેશન મોકલ્યું હતું, કાંઇ મળ્યું નહી.  લોકો બદલાવ ઇચ્છે છે, પરંતુ વિકલ્પ નહોતો. મહેનત કરવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here