જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સમયગાળામાં આપની માનસિક ચિંતાઓનો ભાર હળવો થશે. પ્રગતિકારક સાનુકૂળ તકો પ્રાપ્ત થશે જે ઝડપી લેજો. અંગત અન્ય પ્રશ્ર્નોનો નિકાલ પણ શક્ય બનશે. છતાં નાણાકીય બાબતોમાં હજી કાળજીપૂર્વક નિર્ણયો લેવા પડશે. આ બાબતમાં પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાંય તમે કોઈ ઉકેલ મેળવીને કામ સાધી શકશો. તા. ૨૨, ૨૩, ૨૪ માનસિક રાહત થશે. તા. ૨૫, ૨૬ નાણાકીય બાબતોમાં સંભાળવું. તા. ૨૭, ૨૮ એકંદરે સારા દિવસો ગણાય.

વ્ૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જેવું જણાશે. આપની માનસિક સ્થિતિ સમતોલ અને સ્વસ્થ રાખી શકશો. ઉત્સાહ અને આનંદ વધશે. ચિંતાઓનું નિરાકરણ મળશે. આર્થિક દ્ષ્ટિએ પણ આપના પ્રશ્ર્નો ઉકેલાશે. રાહત મળશે. નવો લાભ યા વધારાની આવક શક્ય બનશે. સાંપત્તિક પ્રશ્ર્નો માટે સમય સાનુકૂળ નથી. તા. ૨૨, ૨૩, ૨૪ એકંદરે રાહત જણાશે. તા. ૨૫, ૨૬ લાભ થાય. તા. ૨૭, ૨૮ બપોર પછી રાહત થાય.

મિથુન (ક.છ.ઘ.)

આ સમયમાં હજી માનસિક અશાંતિ ચાલુ રહેવા સંભાવના ખરી જ. લાગણીના આવેગોને નિયંત્રિત રાખવાથી ઓછું નુકસાન થશે. અલબત્ત, સઘળા અંતરાયોને પાર કરી શકશો. નાણાકીય દ્ષ્ટિએ આ સમય ખર્ચાળ સાબિત થાય તેમ જણાય છે. સપ્તાહના અંતિમ દિવસોમાં આપની સઘળી સમસ્યાઓનો ઉકેલ મળતાં અવશ્ય રાહત થશે. તા. ૨૨, ૨૩, ૨૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૫, ૨૬ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૭, ૨૮ બપોર પછી રાહત થાય.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહમાં આપની અંગત મૂંઝવણ યા સમસ્યાઓનો અંત આવી જશે. સાથે સાથે કોઈ સર્જનાત્મક ધાર્મિક માંગલિક અથવા વૈવાહિક પ્રસંગોમાં સાનુકૂળ ઉકેલ આવશે. ગ્ાૃહજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર થતાં રાહત થશે. લાભદાયી કાર્યરચના થઈ શકશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ કરી શકાય. મિલન મુલાકાત શક્ય બનશે. તા. ૨૨, ૨૩, ૨૪ આનંદમય દિવસો ગણાય. તા. ૨૫, ૨૬ શુભ કાર્ય થઈ શકે. તા. ૨૭, ૨૮ લાભદાયી કાર્યરચના થાય.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં આપની નાણાકીય પરિસ્થિતિ સુધરવા પામશે. વ્યવહાર સાચવી શકશો. પરિણામે માનસિક રાહત અનુભવી શકશો. આ સમયગાળામાં સ્થાવર મિલકતને લગતા પ્રશ્ર્નો માનસિક ચિંતા રખાવશે. નોકરીના ક્ષેત્રમાં પણ પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. ગેરસમજો થવાની શક્યતાઓ પણ ખરી જ. તા. ૨૨, ૨૩, ૨૪ એકંદરે રાહત થાય. તા. ૨૫, ૨૬ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૨૭, ૨૮ દરેક રીતે સંભાળવું.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં આપની કાર્યશક્તિ વધશે અને માનસિક ઉત્સાહનો અનુભવ કરી શકશો. હાથ ધરેલાં કાર્યો માટે સક્રિય પ્રયત્નો શક્ય બનશે. નાણાકીય સંકડામણને કારણે રુકાવટો જોવા મળશે. ખોટા કે વધુ પડતા ખર્ચાને નાથીને પરિસ્થિતિને વણસતી અટકાવી શકાશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૨, ૨૩, ૨૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૫, ૨૬ લાભકારક દિવસો. તા. ૨૭, ૨૮ સામાન્ય દિવસ ગણાય, નુકસાન અટકશે. 

તુલા (ર.ત.)

આ સમયમાં આપની મૂંઝવણ અને ચિંતાનો ઉકેલ આવતો જણાશે. અવરોધોમાંથી માર્ગ મળશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. આ સમયમાં નાણાભીડનો અનુભવ થવાની સંભાવના પણ ખરી જ. ખર્ચબોજ વધવા પામશે. સાથે સાથે આવકનું પ્રમાણ ઘટશે. નોકરીમાં હિતશત્રુઓથી સાચવવું હિતાવહ બની રહેશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૨, ૨૩, ૨૪ અવરોધોમાંથી માર્ગ મળશે. તા. ૨૫, ૨૬ નાણાભીડ રહેશે. તા. ૨૭, ૨૮ હિતશત્રુઓથી ખાસ સાચવવું.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં આપ આપની વ્યાવસાયિક યોજનાઓને આગળ ધપાવી શકશો. જોઈતી મદદ ઊભી કરી શકાશે. મિત્રો પણ ઉપયોગી થાય. આર્થિક સમસ્યાઓમાં ઉકેલ મેળવી શકશો તથા જરૂરી નાણાકીય વ્યવસ્થા પણ શક્ય બનશે. નોકરિયાત વર્ગ માટે ખોટી અશાંતિ ઉદ્વેગ તથા વાદ-વિવાદના પ્રસંગો સર્જાશે. તા. ૨૨, ૨૩, ૨૪ સફળ દિવસો ગણાય. તા. ૨૫, ૨૬ આર્થિક પ્રશ્ર્નો ઉકેલાશે. તા. ૨૭, ૨૮ દરેક રીતે સંભાળવું જરૂરી છે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમય દરમિયાન આપનાં વ્યાવસાયિક કામોમાં સફળતા મળી શકશે. મહત્ત્વના કોલ-કરારો થાય. લાભની તકો વધશે. નોકરિયાત વર્ગને સાનુકૂળતા રહેશે. પ્રગતિકારક રચનાત્મક કામગીરી સફળ થઈ શકશે. આર્થિક જવાબદારીઓ સામે જરૂરી નાણાકીય વ્યવસ્થા અવશ્ય થઈ શકશે. વિકાસ તેમ જ સગવડનાં સાધનો પાછળ ખર્ચ થશે. તા. ૨૨, ૨૩, ૨૪ સફળ દિવસો ગણાય. તા. ૨૫, ૨૬ અનુકૂળતા રહેશે. તા. ૨૭, ૨૮ નાણાકીય પ્રશ્ર્નો હલ થશે.

મકર (ખ.જ.)

આ સમય દરમિયાન માનસિક અશાંતિ દૂર થતાં હળવાશ અનુભવી શકશો. કોઈ આશાવાદી પ્રસંગોથી નિરાંત મળશે. નાણાકીય દ્ષ્ટિએ કોઈ મોટા લાભની આશા રાખી શકાય તેમ નથી તેમ છતાંય આપના પ્રશ્ર્નો હલ થઈ શકશે તેથી રાહત થશે. કૌટુંબિક કારણોસર ખર્ચ થવાની સંભાવના પણ ખરી જ. નોકરિયાત વર્ગ માટે બદલી થવાની શક્યતા ખરી જ. તા. ૨૨, ૨૩, ૨૪ રાહત જણાશે. તા. ૨૫, ૨૬ સંભાળીને કામકાજ કરવું. તા. ૨૭, ૨૮ આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું.

કુંભ (ગ.શ.સ.ષ.)

મનની મૂંઝવણો દૂર થશે. અગત્યની સમસ્યાઓનો ઉકેલ મળશે. આર્થિક ચિંતાઓમાંથી બહાર આવવાનો માર્ગ પણ મળશે. કોઈ હિતેચ્છુની સહાય ઉપયોગી થશે. નોકરિયાત વર્ગ માટે સમય શુભ જણાય છે. ઇચ્છાનુસાર ‘જોબ ચેન્જ’ પણ થઈ શકે તેમ છે. પ્રવાસ ટાળવો. તા. ૨૨, ૨૩, ૨૪ મનની મૂંઝવણોનો અંત આવશે. તા. ૨૫, ૨૬ સારા સમાચાર મળશે. તા. ૨૭, ૨૮ લાભકારક દિવસો પસાર થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયમાં મકાન યા મિલકતને લગતા પ્રશ્ર્નોનો ઉકેલ શક્ય જણાય. કેટલાંક સુખસગવડનાં સાધનોની પ્રાપ્તિ થાય. ખરીદી અને પ્રવાસ પાછળ ખર્ચ થાય તેથી નાણાભીડ અનુભવવી પડે. હિતશત્રુઓના કારણે અશાંતિ રહેશે. પત્નીનું આરોગ્ય સાચવવું. ખરીદી-પ્રવાસ પાછળ ખર્ચ થશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૨, ૨૩, ૨૪ લાભકારક દિવસો પસાર થાય. તા. ૨૫, ૨૬ ખર્ચ થાય. તા. ૨૭ આરોગ્ય સાચવવું પડશે. તા. ૨૮ મિશ્ર દિવસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here