અમેરિકાનું સૈન્ય વિશ્વમાં સૌથી શક્તિશાળી: ભારત ચોથા ક્રમે

કોઈપણ દેશની સૈન્ય તાકાત તેના નાગરિકોમાં સુરક્ષાની ભાવનાને જન્મ આપે છે. વૈશ્વિક સંરક્ષણ માહિતીને ટ્રેક કરતી ડેટા વેબસાઇટ ગ્લોબલ ફાયરપાવર અનુસાર, અમેરિકા વિશ્વમાં સૌથી મજબૂત લશ્કરી તાકાત ધરાવે છે. રશિયા અને ચીન બીજા અને ત્રીજા સ્થાને અને ભારત ચોથા સ્થાને છે. ૨૦૨૩ની સૈન્ય શક્તિની યાદી જેમાં ભૂતાન અને આઇસલેન્ડ સહિત વિશ્વના સૌથી નબળા લશ્કરી દળો ધરાવતા દેશોનો પણ સમાવેશ થાય છે. આ વર્ગીકરણ ૬૦થી વધુ પરિબળોના આધારે કરવામાંઆવ્યું છે.
આ અહેવાલમાં વિશ્વના ૧૪૫ દેશોની સૈન્ય શક્તિના લેખાં-જોખાં કરવામાં આવ્યાં છે. ગ્લોબલ ફાયરપાવરએ જણાવ્યું હતું કે આજના વિશ્વમાં, દેશની તાકાત તેની લશ્કરી ક્ષમતા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ અર્થમાં જોઈએ તો જે દેશની સેના કદમાં મોટી, આધુનિક અને સંખ્યાબળમાં મોટી હોય તે દેશ વિશ્વમાં શક્તિશાળી ગણાય છે.
આ યાદીમાં ટોચના ચાર દેશોના ક્રમમાં ચાલુ વર્ષે પણ કોઈ ફેરફાર થયો નથી. જોકે આ યાદીમાં પાકિસ્તાને સાતમા ક્રમે પ્રવેશી વિશ્વના ટોચના ૧૦ શક્તિશાળી સૈન્ય ધરાવતા દેશોની યાદીમાં સ્થાન હાંસલ કર્યું છે. ઇન-હાઉસ ફોર્મ્યુલા નાના અને તકનીકી રીતે વધુ અદ્યતન રાષ્ટ્રોને વિશાળ અને ઓછી વિકસિત શક્તિઓ સાથે સ્પર્ધા કરવાની મંજૂરી આપે છે.
છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં સતત પીછેહટનો સામનો કરી રહેલા રશિયાને આ યાદીમાં બીજો ક્રમ આપતા અનેક સવાલો ખડાં થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here