પાંચ વર્ષના બાળકો પણ બની રહ્નાં છે ડિપ્રેશનનો શિકારઃ WHO

 

નવી દિલ્હીઃ ષ્ણ્બ્ઍ માનસિક સ્વાસ્થ્યને લઇને ઍક ચોંકાવનારો રિપોર્ટ બહાર પાડ્યો છે. અત્યાર સુધી તમે સાંભળ્યુ હશે કે, માત્ર મહિલાઓ અને પુરૂષોમાં જ ડિપ્રેશનનું પ્રમાણ જોવા મળ્યુ હતુ પણ આ અહેવાલમાં સામે આવ્યું છે કે, વિશ્વના ૧૪ ટકા કિશોરો કોઈને કોઈ માનસિક બીમારીથી પીડિત છે. મોટાભાગના બાળકોની માનસિક બિમારી તેમની શારીરિક વિકલાંગતાને આભારી છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના દર ૫૦ બાળકોમાંથી ઍક બાળક અમુક વિકાસલક્ષી વિકલાંગતાને કારણે માનસિક બિમારીથી પીડાય છે. દેશોમાં ૧૫ ટકા લોકો તેનો ભોગ બને છે. આ રોગ અને ગરીબ દેશોમાં ૧૧.૬ ટકા લોકો માનસિક બિમારીનો શિકાર બને છે. ઘણા કારણોસર બાળકોમાં ડિપ્રેશન વધવા લાગ્યું છે. બાળકોમાં ડિપ્રેશન વધવાના કારણો અભ્યાસનું દબાણ, કોવિડને કારણે બહારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ, ઘણા બાળકો ઍકલતા અનુભવે છે અને ઍકલા રહે છે,  માતા-પિતા વધુ સમય આપતા નથી, બાળકો પર કૌટુંબિક સમસ્યાઓની અસર, સિંગલ પરિવારના કારણે બાળકો માનસિક રીતે બીમાર પણ બને છે. ૯૭૦ મિલિયન લોકોને કોઈને કોઇ પ્રકારની માનસિક બીમારી છે.