જાપાનમાં જાહેર કે સોશિયલ મીડિયા પર કોઈનું અપમાન કરવું ઍ સજા પાત્ર ગુનો બન્યો

 

જાપાનઃ જાપાનમાં હવે કોઈનું મુર્ખ કે સ્ટુપિડ કહીને અપમાન કરવું તે સજાપાત્ર ગુનો બન્યો છે. જાપાનમાં સાઈબર બુલિંગ કાયદા અંતર્ગત કોઈ વ્યક્તિનું અપમાન કરવાના સંજોગોમાં ઍક વર્ષની જેલની સજા બને છે. વર્તમાન પેનલ કોડને મજબૂત કરવા માટે જાપાનની ડાયટ (જાપાનની સંસદ)માં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ઓનલાઈન સહિત જાહેર સ્થળો પર કોઈ વ્યક્તિનું અપમાન કરતા અભદ્ર ભાષાનો ઉપયોગની સ્થિતિમાં કરનાર કોઈપણ વ્યક્તિને દોષિત ઠરાવવાની અને જેલના સળિયા પાછળ ધકેલવાની અથવા તો ૩૦૦,૦૦૦ જાપાની યેન જેટલો દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે બે વર્ષ અગાઉ ૨૨ વર્ષના રિયાલિટી ટીવી સ્ટાર અપમાનજકન સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. વ્યવસાયિક રીતે વ્રેસ્ટલર હાના કિમુરા નેટફ્લિક્સ શો ટેરેસ હાઉસમાં જોવા મળી હતી, અન્ય કાસ્ટ મેમ્બર સાથે ઝઘડો થયા બાદ ઓનલાઈન અભદ્ર ટિપ્પણીઓથી તેને ટાર્ગેટ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ ઍવી હતી કે જેમા તેણીનીઍ પોતાની જાતને મારી નાંખવી જોઈઍ તેમ કહેવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here