શ્રી સંતરામ મહારાજનો ૧૯૨મો સમાધિ મહોત્સવ ઊજવાયો

 

નડિયાદ: નડિયાદ શ્રી સંતરામ મંદિરમાં મહાપૂર્ણિમા પર્વની શ્રદ્વા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રાત: સ્મરણિય, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯રમા સમાધિ મહોત્સવની શ્રદ્ધાભરી ઉજવણી કરવામાં આવી હતી. મહા પૂર્ણિમાએ મહારાજે જીવિત સમાધિ લીધી હતી અને આ દિવસે આકાશમાંથી દિવ્ય સાકર વર્ષા થઇ હતી. આ પરંપરાના ભાગ‚પે દર વર્ષ મહા પૂર્ણિમાના અવસરે પ્રતિક‚પે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવે છે.

શ્રી સંતરામ મંદિર પરિસરમાં ઢળતી સંધ્યાએ મહંત પ. પૂ. રામદાસજી મહારાજના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી. આરતીના દર્શનાર્થે શહેર, જિલ્લા અને રાજયમાંથી ભાવિકજનો ઉમટ્યા હતા. ‘જય મહારાજ’ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર, માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આરતી બાદ મહંતશ્રી તથા અન્ય શાખા મંદિરના મહંતોના હસ્તે દિવ્ય સાકરવર્ષા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. 

શ્રી સંતરામ મંદિર, નડિયાદમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯રમા સમાધિ મહોત્સવ નિમિત્તે મંદિરના મહંત પ. પૂ. રામદાસજી મહારાજની આજ્ઞા અને સુખસાગર શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ સાથે દિવ્ય સાકરવર્ષા ઉત્સવ યોજાયો હતો. મહા પૂર્ણિમાં પ્રસંગે વહેલી સવારે ૪-૩૦ કલાકે ધ્યાન, ૪-૪પ કલાકે તિલક દર્શન, પ-૪પ કલાકે મંગળા દર્શન અને સાંજે ૬ કલાકે દિવ્ય સાકર વર્ષા કરવામાં આવી હતી.

જેમાં સમાધિ સ્થાનની સામે આવેલ મંદિર પરિસરની વચ્ચે બનાવેલા અંદાજીત ૧૦ ફુટ ઉંચા પ્લેટફોર્મ પરથી મહારાજશ્રી દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ મહાઆરતી વર્ષમાં એક જ વાર ઉતારવામાં આવે છે. ત્યારબાદ ત્રણ વખત ઓમકાર, બે મિનિટ મૌન ત્યારબાદ પુન: ઓમકારના જય જયકાર અને બાદમાં જય મહારાજના નાદ સાથે વર્તમાન ગાદીના મહંતશ્રીના હસ્તે સાકરવર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ ગાદી મંદિરના સંતો, નિજ ભકતો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી. સ્વયંસેવકો મંદિર પરિસરમાં સાકર, કોપરાંની જોળી ભરીને ગોઠવાયા હતા. અંદાજે ૧પ૦૦ કિલો સાકર અને પ૦૦ કિલો કોપરાંની ઉછામણી કરવામાં આવી હતી. જેને પ્રસાદ‚પે ઝીલીને ભાવિકજનોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ત્રિદિવસીય લોક મેળો યોજાયો હતો. જેમાં ચરોતર સહિત ગુજરાત ભરમાંથી ભાવીકભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here