જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં આપને ઍકંદરે મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. ઍક દિવસ આનંદમાં પુરવાર થાય તો બીજા દિવસે ઉચાટ, ઉદ્વેગ જણાય. આ પ્રમાણે સપ્ïતાહ પૂરïું થશે. જન્મના ગ્રહો શુભ હશે તેમના માટે આ સમયગાળામાં સુખ-શાંતિ મળે તેવા સંકોતો જણાય છે. અચાનક ધનલાભ અને પડતર પ્રશ્નોના ઉકેલનો લાભ પણ મળે તેમ છે. તા. ૨૫, ૨૬, ૨૭ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૮, ૨૯ લાભ થાય. તા. ૩૦, ૧ શુભ દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)

આનંદ-ઉમંગનો અણસાર આપતું આ સપ્ïતાહ આપને માનસિક શાંતિનો અહેસાસ કરાવશે. ઘરનાં તેમ જ બહારનાં કાર્યો સરળતાથી પતી જશે. નોકરી યા ધંધાના ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઅોને સુખશાંતિ અવશ્ય જણાશે. ગૃહજીવનમાં પણ સંવાદિતા રહેશે. સપ્ïતાહના અંતિમ દિવસોમાં આરોગ્યની ચિંતા ઊભી થવાની શક્યતાઅો ખરી જ. તા. ૨૫, ૨૬, ૨૭ આનંદમય દિવસો ગણાય. તા. ૨૮, ૨૯ લાભ થાય. તા. ૩૦, ૧ બપોર પછી આરોગ્યની ચિંતા.

મિથુન (ક.છ.ઘ.)

સપ્તાહના પ્રારંભમાં આપને ઉચાટ, ઉદ્વેગ, નિષ્ફળતા જેવું જણાશે. પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ સુખ-શાંતિની અનુભૂતિ અવશ્ય થશે. વ્યક્તિગત પ્રશ્નોનો ઉકેલ મળશે. યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાના યોગોને પણ નકારી શકાય તેમ નથી. સપ્ïતાહના અંતિમ ચરણમાં ચોરીનો ભય સતાવશે. તા. ૨૫, ૨૬, ૨૭ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. ૨૮, ૨૯ સફળતા મળે. તા. ૩૦, ૧ માનસિક ચિંતા રહે.

કર્ક (ડ.હ.)

સપ્તાહના શરૂઆતના તબક્કામાં દરેક બાબતમાં આપને સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરો-ફરો, પરંતુ મનમાં ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્ના કરશે. તબિયતની કાળજી રાખવી પડશે. દામ્પત્યજીવનમાં – ગૃહસ્થજીવનમાં પણ વિસંવાદિતા ઊભી થવાની શક્યતાઅો જણાય છે. જેમ જેમ સમય વીતશે તેમ તેમ સપ્ïતાહના અંતિમ દિવસોમાં શાંતિ થશે. તા. ૨૫, ૨૬, ૨૭ દરેક રીતે સંભાળવું પડશે. તા. ૨૮, ૨૯ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૩૦, ૧ લાભ થાય.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં ઍકંદરે આપને રાહત જણાશે. વેપાર-ધંધામાં લાભ થશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય શુભ જણાય છે. સહકાર્યકરો સાથે સંવાદિતા જળવાશે. વેપારમાં અચાનક ધનલાભ થવાની શક્યતાઅોને પણ નકારી શકાય તેમ નથી. સપ્ïતાહના અંતિમ ચરણમાં ઍકાદ બે દિવસ ઘરમાં વડીલ હોય તો તેમના આરોગ્યની ચિંતા ઊભી થશે. તા. ૨૫, ૨૬, ૨૭ રાહત જણાય. તા. ૨૮, ૨૯ આર્થિક ઉત્કર્ષ થઈ શકે. તા. ૩૦, ૧ આરોગ્યની કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં આપને તન-મન-ધનની શાંતિ જણાશે. આરોગ્ય કથળેલું હશે તો તેમાં નોîધપાત્ર સુધારો થવાની શક્યતાઅો પણ ખરી જ. વેપાર-વ્યવસાયમાં પણ અધૂરાં કાર્યો સિદ્ધ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. સપ્ïતાહના અંતિમ દિવસોમાં ભાઈ યા બહેનની ચિંતા ઊભી થશે. તા. ૨૫, ૨૬, ૨૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૮, ૨૯ લાભકારક દિવસો. તા. ૩૦, ૧ ચિંતાજનક પ્રસંગો ઊભા થાય.

તુલા (ર.ત.)

આ સમયગાળામાં શરૂઆતના તબક્કામાં આપને ઍક યા બીજા પ્રકારને ઉચાટ-ઉદ્વેગની અનુભૂતિ થયા કરશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ સુખ શાંતિનો અહેસાસ પણ થશે. ગૃહજીવનના પ્રશ્નો મૂંઝવશે. તરુણોની સમસ્યા યથાવત્ રહેશે. સપ્ïતાહના અંતિમ ચરણમાં ઍકંદરે રાહત જણાશે. તા. ૨૫, ૨૬, ૨૭ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ. તા. ૨૮, ૨૯ મૂંઝવણ વધશે. તા. ૩૦, ૧ કાર્યસફળતાના યોગ થાય છે.

વૃડ્ઢિક (ન.ય.)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. શરૂઆતના દિવસોમાં આરોગ્યની ચિંતા રહેશે. કૌટુંબિક પ્રશ્નો મૂંઝવશે. જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ આપની મૂંઝવણો હળવી થતાં ઍકંદરે રાહતની લાગણી અનુભવશો. ખાન-પાનમાં કાળજી રાખવી જરૂરી જણાય છે. સંતાનોના પ્રશ્નો પણ મૂંઝવે તેમ છે. તા. ૨૫, ૨૬, ૨૭ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૮, ૨૯ ઍકંદરે રાહત થાય. તા. ૩૦, ૧ આરોગ્ય જાળવવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સપ્તાહમાં આપના આનંદ-ઉમંગ અને ઉત્સાહમાં ઉમેરો થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. ઘરના તેમ જ બહારનાં તમામ કાર્યોમાં સરળતા રહેશે. ગૃહજીવનના પ્રશ્નોમાં પણ રાહતનો અનુભવ અવશ્ય થાય તેવા યોગો ખરા જ. દામ્પત્યજીવનની સંવાદિતા પણ મનને રાહત આપશે. તા. ૨૫, ૨૬, ૨૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૮, ૨૯ ધારણા કરતાં વધુ લાભ થતાં રાહત જણાય. તા. ૩૦ શુભમય દિવસ. તા. ૧ સફળ દિવસ.

મકર (ખ.જ.)

વિદ્યમાન ગ્રહ-ગોચરના સહારે આપને જીવનમાં ભાગ્યોદયની અનુભૂતિ અવશ્ય થાય તેવા યોગો જણાય છે. ભાગ્યના સહારે વેપાર-ધંધામાં પણ નાણાકીય લાભ થવાની શક્યતાઅો પણ ખરી જ. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ શક્ય બની શકે. અચાનક ધનલાભ થવાના યોગો પણ ખરા જ. તા. ૨૫, ૨૬, ૨૭ ભાગ્યોદય જણાય. તા. ૨૮, ૨૯ આર્થિક લાભની શક્યતાઅો ખરી જ. તા. ૩૦, ૧ પ્રવાસનું આયોજન થઈ શકે.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરો-ફરો, પરંતુ મનમાં ઉચાટ-ઉદ્વેગ જેવું સતત રહ્ના કરશે. સંતાનોના પ્રશ્નો સાથે તેમના આરોગ્યની ચિંતા વિશેષ રહેશે. દામ્પત્યજીવનમાં પણ સહકાર અને સંયમનો ભાવ ધારણ કરવાથી જ શાંતિ જળવાય તેવા યોગો જણાય છે. વાહનથી સંભાળવું. પ્રવાસ ટાળવો હિતાવહ છે. તા. ૨૫, ૨૬, ૨૭ દરેક રીતે સંભાળવું. તા. ૨૮, ૨૯ સહનશીલતા રાખવી. તા. ૩૦, ૧ પ્રવાસ ટાળવો.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહમાં આપને આનંદ-ઉત્સાહ અને ઉમંગની અનુભૂતિ અવશ્ય થશે. પ્રત્યેક દિવસ સુખ-શાંતિનો અહેસાસ થશે. ગૃહજીવનના પ્રશ્નો પણ ઘણી રાહત જણાશે. શુભેચ્છકો, મિત્રો સાથે મિલન-મુલાકાત શક્ય જણાય છે. પ્રવાસનું આયોજન પણ થઈ શકે તેમ છે. ઍકંદરે સપ્ïતાહમાં સફળતા મળતી જણાશે. તા. ૨૫, ૨૬, ૨૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૮, ૨૯ બપોર પછી રાહત જણાય. તા. ૩૦, ૧ સફળ દિવસો ગણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here