
તાઈવાન: નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી અકળાયેલા ચીને યુદ્ધાભ્યાસ કરવાની જાહેરાત કરી હતી. નેન્સી પેલોસીએ તાઈવાન છોડ્યાં બાદ આક્રમક બનેલા ચીને તાઈવાનને સબક શીખવવા અમૂક ભાગોમાં હુમલા શ કર્યા છે. યુદ્ધ અભ્યાસના નામે ચીનની આર્મીએ એકાએક તાઈવાનના પૂર્વ ભાગોમાં હુમલા કર્યા છે. લગભગ ૧૦ ચીની સૈનિકોના જહાજોએ અસ્થાયી પે તાઈવાન સ્ટ્રેટ મીડિયન લાઈનને ઓળંગી ગયા હતા. ચીની સેનાએ તાઈવાનના નિશ્ર્ચિત સ્થાનોએ નિશાન તાકી મિસાઈલ્સ છોડ્યાં છે. તાઈવાને સામે પક્ષે ચીનને સ્વરક્ષામાં વળતો પ્રહાર કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. જો ચીન યુદ્ધ અભ્યાસ પોતાની હદમાં નહિ કરે અને જો તાઈવાનની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરશે તો તાઈવાન પોતાના સ્વરંક્ષણ માટે કોઈ પણ ભોગે ચીનને વળતો જવાબ આપશે. તાઈવાન અને ચીન વચ્ચેનો જંગ ખૂબ જ લાંબા સમયથી ચાલી આવે છે. ૧૯૪૯માં કોમ્યુનિસ્ટ પાર્ટીએ સિવિલ વોરમાં વિજય મેળવ્યો હતો. ત્યારથી બંને ક્ષેત્રો પોતપોતાને એક દેશ માને છે, પરંતુ વિવાદ એ વાતનો છે કે, રાષ્ટ્રીય નેતૃત્વ કઈ સરકાર કરશે. ચીન દ્વારા તાઈવાનને પોતાનો પ્રાંત માનવામાં આવે છે. જ્યારે તાઈવાન પોતાને એક આઝાદ દેશ માને છે. બીજા વિશ્ર્વ યુદ્ધ બાદ બંને વચ્ચે અણબનાવની શઆત થઈ હતી. તે સમયે ચીનના મેનલેન્ડમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી તથા કુઓમિતાંગ વચ્ચે જંગ ચાલતો હતો. ચીનની તમામ ધમકીઓની અવગણના કરીને અમેરિકી સ્પીકર નેન્સી પેલોસી આખરે તાઈવાન પહોંચી ગયા હતા. જોકે, તેમના આ પ્રવાસથી અકળાયેલા ચીને હવે તાઈવાન પરની ભીંસ જાળવી રાખવા માટે પ્રયત્નો શ કરી દીધા છે. આ અગાઉ ચીને તાઈવાનથી આયાત કરવામાં આવતા ખાટાં ફળો, સફેદ ધારવાળી હેયરટેલ માછલી અને ફ્રોઝન હોર્સ મૈકેરલ માછલીની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે.