SVUM-૨૦૨૨ આંતરરાષ્ટ્રીય વેપાર મેળોઃ સૌરાષ્ટ્ર-કચ્છ વેપાર ઉદ્યોગ માટે વિકાસની તકો

 

રાજકોટઃ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ  દ્વારા આંતર રાષ્ટ્રીય વેપાર મેળો છેલ્લા આઠ વર્ષથી યોજવામાં આવે છે. વર્ષે ૧૬, ૧૭, ૧૮ ડિસેમ્બરના રોજ શાસ્ત્રી મેદાન લીમડા ચોક, રાજકોટમાં વેપાર મેળો યોજાશે. શોમાં ૨૦૦ કંપનીઓના સ્ટોલ અને ૨૦૦થી ૫૦૦ વિદેશી ડેલિગેટ્સને લાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. નિકાશ વેપાર વૃદ્ધિની તકો ને ધ્યાનમાં રાખી ને ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા યોજાતા આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં આવતા વિદેશી ડેલિગેટ્સને પાંચ દિવસની હોટેલ, જમવા, લોકલ વાહનવ્યવહારની સગવડતા આપવામાં આવે છે.

આપ સૌ ને ખ્યાલ છે કે છેલ્લા વર્ષમાં ૧૦૦૦ જેટલા વિદેશી મહેમાનો રાજકોટ આવી ચુક્યા છે. મહેમાનો જેમાં વિદેશના મિનિસ્ટર્સ અને હાઈ કમિશનર, ઍમ્બેસેડરનો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી, જામનગર, જેતપુર, સુરેન્દ્રનગર, ગાંધીધામ, ભાવનગર, જસદણ, આટકોટ, બાબરા, વાકાનેર, થાનગઢસહીતની  લગભગ ૩૦૦ જેટલી ફેક્ટરીઓની મુલાકાત કરાવેલ છે. હવે આંકડાઓનો ગુણાકાર કરવાનો સમય આવી ગયો છે. અમે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ૧૦૦ જેટલા વેપારી સંગઠનોને સહયોગી સંગઠન તરીકે જોડાવા પત્ર લખ્યા છે જેમાં અનેક સંગઠનો હકારાત્મક પ્રતિભાવ આવેલ છે જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સસુરત, ઍક્ઝિમ ક્લબવડોદરા, જીઆઇડીસી લોધીકા ઍસોસિઍશન, ફેડરેશન ઓફ ઍસસીઍસટી ઍન્ટરપ્રીનોર્સ, બિઝનેસ ડેવલોપમેન્ટ ઍન્ડ પ્રોમોશન કાઉન્સિલ, પોરબંદર ડીસ્ટ્રિકટ ચેમ્બરનો સમાવેશ થાય છે. હજુ વધુ સંગઠનો ને જોડવા માટે પ્રયત્ન કરી રહ્ના છીઍ.

શો દ્વારા આયુર્વેદ અને પ્રાકૃતિક સારવાર, ઍગ્રિકલચર, ઍગ્રો અને ફૂડ પ્રોડક્ટ્સ તથા મશીનરી, ગાર્મેન્ટ્સ અને ટેક્સટાઇલ્સ, હેલ્થ કેર અને બ્યુટી કેર, સીરામીક અને સેનેટરીવેર, ઓટો પાર્ટ્સ અને ઍન્જિનીયરીંગ, ફાર્મિંગ અને ઍગ્રિકલચર ઇકઇપમેન્ટ્સ, વોટર અને ઇરીગેશન સિસ્ટમ, મેડિકલ ટુરિઝમ, બિલ્ડીંગ મટીરીયલ અને હાર્ડવેર, બાથ ફીટીંગ્સ અને સેનેટરી ફીટીંગ્સ, સોલાર અને રિન્યુઍબલ ઍનેર્જી, માઇનિંગ ઍન્ડ બોરિંગ, ઇમિટેશન જ્વેલરી , હાઉસ હોલ્ડ અને કિચનવેર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઍજ્યુકેશન સહીતના સૌરાષ્ટ્ર કચ્છના લગભગ તમામ ઉદ્યોગોને લાભ મળી શકે છે.

ટ્રેડ શો દરમિયાન ૧૦ ઍવોર્ડ્સ ફોર ઍક્સસલેન્સ આપવામાં આવશે, ઍક જોબ ફેરનું આયોજન પણ કરવામાં આવશે. વેપાર ઉદ્યોગ ને લગતા સેમિનાર પણ વિવિધ તબક્કે યોજવામાં આવશે. મિશનને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીઓ પરાગ તેજૂરા, પદુભાઇ રાયચુરા પોરબંદર, સુરેશ તન્ન જામનગર, ભુપતભાઇ છાટબાર રાજકોટમહેશ નગદિયા અમરેલી, ધર્મેન્દ્ર સંઘવી સુરેન્દ્રનગર તથા પ્રભુદાશભાઈ  તન્ન રાજકોટની આગેવાની હેઠળની કમિટી સક્રિય ભૂમિકા ભજવી રહેલ છે કમિટીમાં દિગંત સોમપુરા, કેતન વેકરીયા, ઈલિયાસ શેખ, ભાવેશ ઠાકર, મયુર ખોખર, દેવેન પડિયાદિનેશભાઇ વસાણી, નિશ્ચલ સંઘવી વગેરે જહેમત ઉઠાવી રહ્ના છે.