પ્રધાનમંત્રી બનીશ તો પ્રથમ દિવસે જ પોલિસી બદલીશ: ઋષિ સુનક

 

લંડન: બ્રિટનમાં વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવતા ભારતીય મૂળના ઋષિ સુનકે ચીન મુદ્દે કડક વલણ દર્શાવ્યું છે. સુનકે કહ્યું કે આ બાબત બિલકુલ સ્પષ્ટ થઈ ચુકી છે કે ચીન આપણા દેશ તથા વિશ્ર્વ માટે સૌથી મોટું જોખમ છે. જો હું પ્રધાનમંત્રી બનીશ તો પ્રથમ દિવસથી જ ચીન સામે કડક પગલાં ભરવામાં આવશે. બ્રિટનના નવા પ્રધાનમંત્રીનું નામ ૫ સપ્ટેમ્બરના રોજ જાહેર થશે. સુનક ઉપરાંત લીઝ ટ્રસ પ્રધાનમંત્રી પદની સ્પર્ધામાં છે. પ્રથમ રેસમાં ૮ ઉમેદવાર હતા. પાંચ રાઉન્ડના સાંસદોના મતદાન બાદ આ બને ઉમેદવારના નામ રહ્યા છે. હવે પાર્ટીના આશરે ૨ લાખ મેમ્બર્સ બેલેટ વોટિંગથી પ્રધાનમંત્રીનું નામ નક્કી કરશે. કેટલાક દિવસ અગાઉ સુનકને ચેલેન્જ કરી રહેલ લીઝ ટ્રસે તેમની ઉપર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. લીઝે કહ્યું હતું કે ચીન અને રશિયા પ્રત્યે ઋષિનું વલણ ઘણુ નરમ જણાય છે. ખાસ વાત એ છે કે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ સુનકની ઘણી પ્રશંસા કરી હતી. ફાઈનલ વોટિંગ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ કરવાનું છે. ટ્રસના નિવેદનોથી આ સભ્યોમાં એવા સંકેત જઈ રહ્યા હતા કે સુનક ચીન તથા રશિયા પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે. એટલે જ તો સુનકે ડ્રેગન સામે કડક વલણ અપનાવ્યુ. બ્રિટનના આ ભૂતપુર્વ નાણાં મંત્રીએ કહ્યું કે ચીન બ્રિટન ઉપરાંત સમગ્ર વિશ્ર્વની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. જો હું પ્રધાનમંત્રી બનીશ તો પ્રથમ દિવસે જ ચીનને લગતી જે નીતિ ચાલી રહી છે તેને બદલી નાંખીશ. સુનકના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં ચાલી રહેલા ચીનના તમામ કન્ફ્યૂશિયસ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ બંધ કરવામાં આવશે. ઈન્ટેલિજન્સ એજન્સી પ્ત્૫ને કહેવામાં આવશે કે તે તમામ લેવલ પર ચીનની જાસૂસીને કડકપણે અટકાવે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here