UAE સૌપ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરાયું

 

દુબઈ: ઈસ્લામિક દેશ સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ભારતીયોનું દાયકાઓ જૂનું સપનું ત્યારે પૂ‚ં થઈ ગયું જ્યારે દેશમાં અધિકૃત રીતે એક ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. UAE વિભિન્ન ધર્મના લોકોને એક સાથે લાવતા આ સહિષ્ણુતા, શાંતિ અને સદભાવની એક શક્તિશાળી નિશાની છે. આ મંદિર અમીરાતના જેબલ અલીમાં કોરિડોર ઓફ ટોલરન્સમાં આવેલું છે. ઔપચારિક રીતે મંદિરને ૪ ઓક્ટોબરના રોજ ખુલ્લું મૂક્યું. કોરિડોર ઓફ ટોરલન્સમાં ૯ ધાર્મિક સ્થળ છે. જેમાં સાત ચર્ચ, એક મંદિર અને એક ગુ‚દ્વારા સામેલ છે. દશેરાના એક દિવસ પહેલા મિનિસ્ટર ઓફ ટોલરેન્સ શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાને પોતે ભવ્ય મંદિરનું દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યું. મુખ્ય પ્રાર્થના કક્ષમાં રિબિન કાપીને તેના આયોજનની શ‚આત કરવામાં આવી. મંદિરના દરવાજા પ્રાર્થના માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. મંદિરના ઉદ્ઘાટન સમયે ત્યાં ૨૦૦થી વધુ ગણમાન્ય અતિથિઓ હાજર રહ્યા હતા. જેમાં ભારતના રાજદૂત સંજય સુધીર, દુબઈ હિન્દુ મંદિરના ટ્રસ્ટી રાજૂ શ્રોફ અને સોશિયલ રેગ્યુલેટરી એન્ડ લાઈસન્સિગ એજન્સી ફોર કમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ ડો. ઉમર અલ મુથન્ના પણ સામેલ છે. આ વસરે ભારતીય રાજદૂત સંજય સુધીરે કહ્યું કે આજે દુબઈમાં એક નવા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. જે ભારતીય સમુદાય માટે સ્વાગત કરનારી ખબર છે. આ મંદિરનું ઉદ્ઘાટન UAE રહેતા હિન્દુ સમુદાયની ધાર્મિક આકાંક્ષાઓને પૂરી કરે છે. નવા મંદિરની સાથે જ એક ગુ‚દ્વારા પણ જોડાયેલું છે, જેને ૨૦૧૨માં ખોલવામાં આવ્યું હતું. મંદિરના દરવાજા આજથી અધિકૃત રીતે ખોલી નાખવામાં આવ્યા. તમામ ધર્મના લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરી શકે છે. તેમણે કહ્યું કે મંદિરમાં ૧૬ દેવી દેવતાઓની મૂર્તિઓ છે. તેમાં જ્ઞાન કક્ષ છે અને અન્ય ધાર્મિક ગતિવિધિઓ માટે સામુદાયિક કેન્દ્ર છે. અત્રે જણાવવાનું કે મંદિર ૭૦ હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલું છે.