ભારતમાં જનસંખ્યા પર નીતિ બને જે બધા પર સમાન રીતે લાગૂ થાય: મોહન ભાગવત

 

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમીના અવસરે નાગપુર મુખ્યાલયમાં ખાતે આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જનસંખ્યા નિયંત્રણ સાથે સાથે ધાર્મિક આધાર પર જનસંખ્યા સંતુલન પણ મહત્વનો વિષય છે. ભારતમાં જનસંખ્યા પર એક સમગ્ર નીતિ બને જે બધા પર સમાન રીતે લાગૂ થાય અને કોઈને પણ છૂટ ન મળે. જનસંખ્યા અસંતુલન ભૌગોલિક સરહદોમાં ફેરફારનું કારણ બની શકે છે. આવામાં નવી જનસંખ્યા નીતિ બધા પર સમાન રીતે લાગૂ થાય અને કોઈને પણ તેમાંથી છૂટ ન મળવી જોઈએ. ચીનની વન ફેમિલી-વન ચાઈલ્ડ નીતિનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે, જ્યાં આપણે જનસંખ્યા પર નિયંત્રણની કોશિશ કરી રહ્યા છીએ ત્યારે આપણે એ પણ જોવું જોઈએ કે ચીનમાં શું થઈ રહ્યું છે. તે દેશે વન ફેમિલી વન ચાઈલ્ડ નીતિ અપનાવી અને હવે તે વૃદ્ધ થઈ રહ્યો છે. ભારતમાં ૫૭ કરોડ યુવા વસ્તી સાથે આ રાષ્ટ્ર આગામી ૩૦ વર્ષ સુધી યુવા બની રહેશે. ભાગવતે કહ્યું કે સનાતન ધર્મ સામે બે પ્રકારની અડચણો છે. જે ભારતની એક્તા અને પ્રગતિથી દુશ્મની રાખનારી તાકાતોએ પેદા કરી છે. આવી તાકાતો ખોટી વાતો અને ધારણાઓ ફેલાવે છે. અપરાધિક કામોમાં સામેલ થાય છે. આતંક, સંઘર્ષ અને સામાજિક શાંતિને પ્રોત્સાહન આપે છે. ફક્ત સમાજના મજબૂત અને સક્રિય સહયોગથી જ આપણી સુરક્ષા અને એક્તા નિર્ધારિત થઈ શકે છે. શાસન, અને પ્રશાસનના આ શક્તિઓના નિયંત્રણ અને ઉન્મૂલનની કોશિશોમાં આપણે મદદગાર બનવું જોઈએ. સમાજનો મજબૂત અને સફળ સહયોગ જ દેશની સુરક્ષા તથા એકાત્મતાને સુનિશ્ર્ચિત કરી શકે છે. સમાજના વિભિન્ન વર્ગોમાં સ્વાર્થ અને દ્વેષના આધાર પર અંતર અને દુશ્મની બનાવવાનું કામ સ્વતંત્ર ભારતમાં પણ ચાલી રહ્યું છે. આવા તત્વોની વાતોમાં ન ફસતા, તેમનો વિરોધ કરવો જોઈએ. સુરક્ષાના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. શિક્ષણના મહત્વ પર તેમણે કહ્યું કે માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન આપતી નીતિ બનવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here