17ની ટીમમાં સોનગઢની શુભાંગીની પસંદગી

સોનગઢઃ સોનગઢના ગુણાસદા ગામે આવેલ એક શાળાની વિદ્યાર્થીનીની ફિફા વર્લ્ડકપ અંડર-17ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પ માટે પસંદગી થતા સોનગઢ પંથકનું ગૌરવ વધ્યું છે. સોનગઢના ગુણસદામાં કાર્યરત સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં ભણતી કુમારી શુભાંગી સીંગ નામની વિદ્યાર્થીનીની ફૂટબોલની રમતમાં ક્ષમતા નિહાળી એની પસંદગી 2022માં યોજાનાર ફિફા વર્લ્ડ કપની અંડર-17ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પમાં કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. શાળાના કોચ ડો. વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શુભાંગી સીંગ આ પહેલા સુબ્રોતો કપ, રિલાયન્સ કપ, રાજસ્થાન મહિલા કપ, ખેલો ઈન્ડિયા અને ખેલ મહાકુંભમાં જિ્લ્લા કક્ષાની રાષ્ટ્રીયકક્ષા સુધીની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચુકી છે. શુભાંગીની પસંદગી ફૂટબોલ એક્સપર્ટ એલેક્સ એમ્બ્રોસ અને ગુજરાતના કોચ તરૂણ રોય દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ શાળાના જ અને ગત વર્ષે ધોરણ 12માં અભ્યાસ કરી ગયેલ માસ્ટર દીપ પટેલ કે જે પણ ઉત્તમ ફૂટબોલ ખેલાડી છે એની પસંદગી ભારતીય વાયુસેનામાં થઇ હતી. શાળાના આચાર્ય આરાધના વર્મા અને કોચ વિજયભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા બંને ને સફળતાની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. સાથે સાથે સોનગઢ શહેર તથા શુભાંગીની સીંઘના જ્ઞાતિજનોએ દીકરી પ્રગતિના શીખરો સર કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here