વાજતે-ગાજતે-ભક્તોની સાથે ભગવાન જગન્નાથ મામાના ઘરે પહોîચ્યા

 

અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બિજ ઍટલે કે પહેલી જુલાઈઍ નિકળવાની છે.  રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ દિવસે ભવ્ય જળયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધીઓ પૂર્ણ કરીને પાછી ફરી હતી. ભક્તોના ‘જય રણછોડ’ માખણચોરના નાદ સાથે નિજ મંદિર ગૂંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. હવે ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યા છે. 

રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ સરસપુરમાં મામાને ઘરે પહોંચ્યા છે. હવે ૧૫ દિવસ સુધી ભગવાન અહીં રહેવાના છે. ભગવાન જગન્નાથના આગમનને લઈને સરસપુરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્ના છે. અહીં મોટી સંખ્યામાં ભગવાનના વધામણા કરવા માટે ભક્તો હાજર છે. હવે સરસપુર મંદિરમાં ૧૫ દિવસ ભગવાન જગન્નાથને લાડ લડાવવામાં આવશે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમનું આયોજન પણ થશે. 

ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે ધામધૂમથી નીકળવાની છે, ત્યારે રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ ઍટલે કે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધીઓ પૂર્ણ કરીને પાછી ફરી છે. ભક્તોના ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે નિજ મંદિર ગૂંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. જળાભિષેક બાદ શોડોષચાર પૂજન કરવામાં આવ્યું હતું અને પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કર્યો હતો. અમદાવાદમાં જળયાત્રા બાદ ભગવાને ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યા હતા. જણાવી દઈઍ કે વર્ષમાં માત્ર ઍક જ દિવસ ભગવાન ગજવેશ ધારણ કરે છે. ભગવાનના ગજવેશમાં દર્શન કરી ભક્તો ખુશખુશાલ થયા છે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here