ટ્રમ્પના વટહુકમને કારણે ફેમિલી બેઝ ઇમિગ્રેશન પર અસર

0
2632

 

 કોરોના સંકટને ધ્યાનમાં રાખીને પ્રમુખ ટ્રમ્પે 22 એપ્રિલ 2020ના રોજ વટહુકમ બહાર પાડીને કેટલાક વીઝા પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધો મૂકી દીધા હતા. અમેરિકામાં આવી ગયા હોય તેમને આની અસર ના થઈપરંતુ કેટલીક કેટેગરીના વીઝા પર અમેરિકા આવવા માગતા અરજદારો માટે અવરોધ ઊભો થયો છે.

કોરોનામાં બેરોજગારી વધી તેથી અમેરિકન નાગરિકોની નોકરી બચાવવા વીઝા અટકાવવા જરૂરી છે એમ જણાવાયું હતું. તેના કારણે મોટા ભાગે નોકરી આધારિત વીઝા વિશે જ ચર્ચાઓ થતી રહી છે. પરંતુ તેના કારણે ફેમિલી આધારિત ઇમિગ્રેશનના કેટલાક કિસ્સામાં પણ વટહુકમથી અવરોધ આવી શકે છે.

નજીકના સગાઓ માટેના વીઝા સિવાયના ફેમિલી આધારિત મોટા ભાગની કેટેગરીના વીઝા પર પણ પ્રતિબંધો મૂકાયા છે. નજીકના સગાના વીઝાનો અર્થ એ કે અમેરિકામાં રહેતા નાગરિકે જીવનસાથીવાલી અથવા 21 વર્ષથી નીચેની ઉંમરના સંતાન માટે વીઝા અરજી કરી હોય તે. આ વટહુકમમાં માત્ર જીવનસાથી અને બાળકોને જ અપવાદ ગણવામાં આવ્યા છે. તેનો અર્થ એ થયો કે વાલી માટે એટલે કે માતાપિતા માટે અમેરિકન નાગરિકે અરજી કરી હોય તે અધ્ધરતાલ છે.

કુલ મળીને વટહુકમના કારણે નીચેની કેટેગરીમાં વીઝા અટકાવી દેવાયા છે: IR-5 (અમેરિકન નાગરિકના માતાપિતા), F1 (અમેરિકન નાગરિકના અપરિણિત પુખ્ત સંતાન), F2 (કાયમી વસાહતીના જીવનસાથી અને અપરિણિત સંતાનો), F3 (અમેરિકન નાગરિકના પરિણિત દીકરા-દીકરી)અને F4 (અમેરિકન નાગરિકના પુખ્ત ભાઈબહેન).

દર વર્ષે 11 લાખ વ્યક્તિઓને કાયમી વસાહત મળતી હતી તેવું અગાઉનાં આંકડાં પરથી સ્પષ્ટ થાય છે. તેનો અર્થ એ કે આ વખતે વટહુકમને કારણે અંદાજે 350,000, એટલે કે ત્રજા ભાગના વીઝાઓ પર અસર થશે. તેમાં નોકરી આધારિત અને ફેમિલી બેઝ બંને કેટેગરીના વીઝા આવી ગયા. એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે 2020ના વર્ષથી આ વટહુકમને આગળ વધારવામાં આવશે તો ફેમિલ આધારિત વીઝા અરજદારો માટે મોટી મુસિબત આવશે. 2018ના ગૃહ વિભાગના આંકડાંના આધારે અંદાજ છે કે વર્ષે 280,000 જેટલા પરિવારોને અસર થઈ શકે છે.

રોજગારી બચાવવા વીઝા પ્રતિબંધો મૂકાયાની દલીલ થઈ રહી છેપરંતુ તેના કારણે પરિવાર સાથે જોડાવા માગતા અરજદારને પણ અસર થઈ શકે છે. ઇમિગ્રેશન વિરોધી વહિવટીતંત્ર હોવાના કારણે ફેમિલી આધારિત વીઝાને પણ પ્રતિબંધોની યાદીમાં લઈ લેવાયા તેમાં નવાઈ લાગતી નથી. ટ્રમ્પ સરકારે આવતા જ ઇમિગ્રેશન વિરોધી અભિગમ વ્યક્ત કર્યો હતો તે આ વટહુકમમાં દેખાઇ આવે છે.

2020ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઇમિગ્રેશન અટકાવવા માટેના ઘણા ઉપાયો અજમાવાશે એમ જાણકારો કહે છે. ઇમિગ્રેશન નિયમોમાં કેવા ફેરફારો થશે તે NPZ Law Groupના જાગૃત્ત વકીલો તમને જણાવતા રહેશે.

 

વટહુકમ અને તેની અસરો વિશે વધુ માહિતી તથા NPZ Law Groupના એટર્નીઝને મળવા માટે સમય નક્કી કરવા અમારો સંપર્ક આ નંબર પર કરી શકો છો – 201-670-0006. ન્યૂ જર્સીના રિજવૂડમાં અમારી મુખ્ય ઓફિસ છેતે ઉપરાંત રેરિટાન અને ન્યૂ યોર્કમાં અમે કાર્યરત છીએ તથા ભારત અને કેનેડામાં પણ સેવા પૂરા પાડનારા સહયોગીઓ છે. વધુ માહિતી માટે જુઓ અમારી website – http://www.visaserve.com અથવા ઇમેઇલ કરો – [email protected].

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here