તામિલનાડુમા ભારે વરસાદ : ચૈન્નઈમાં પૂર

 

ચન્નઈઃ તામિલનાડુના ચેન્નઈ, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લાના ઘણા વિસ્તારમાં ભારે વરસાદનો સિલસિલો જારી છે. સતત થઈ રહેલા વરસાદનાં કારણે શહેરના ઘણા વિસ્તારમાં પાણી ભરાયાં છે અને તેનાં કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે રિલિફ એન્ડ રેસ્કયૂ ટીમ અને એનડીઆરએફને તૈનાત કરવામાં આવ્યાં છે. ખુદ મુખ્યમંત્રી એમ.ક.ે સ્ટાલીન દ્વારા પરિસ્થિતિનો તાગ લેવામાં આવી રહ્યો છે. 

પ્રદેશમાં સતત થઈ રહેલા વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. પૂરની સ્થિતિને ધ્યાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સ્ટાલીન સાથે વાત કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. ચેન્નઈમાં થઈ રહેલા ભારે વરસાદે શહેરને ૨૦૧૫નાં પૂરની યાદ અપાવી દીધી છે. ૨૦૧૫નાં પૂરે શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું હતું. પરિસ્થિતિ એટલી હદે ખરાબ બની  હતી કે આર્મી, નેવી અને એરફોર્સને પણ ઉતારવાં પડયાં હતાં. જો કે, છ વર્ષ બાદ પણ પ્રશાસને ૨૦૧૫નાં પૂરથી કોઈ પાઠ ભણ્યો નથી.

દેશના મેટ્રોપોલિટન સિટીમાં આવી સ્થિતિ તમામ યોજનાઓની પોલ ખોલી રહી છે. દરેક વખતે ભારે વરસાદ બાદ જળભરાવનાં કારણે સરકાર આશ્વાસન તો આપે છે, પણ જમીની હકીકતની તસવીરો અલગ હોય છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે વરસાદે પુરા શહેરમાં પૂરની સ્થિતિ પેદા કરી દીધી છે. હકીકતમાં તામિલનાડુમાં અત્યારે નોર્થઈસ્ટ મોનસૂન ચાલી રહ્યું છે, જેનાં પરિણામે ભારે વરસાદ થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here