વિજય મુહૂર્તમાં ભાજપના નવા ચૂંટાયેલા ૮ ધારાસભ્યોએ શપથ લીધા

 

ગાંધીનગરઃ લાભ પાંચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા આઠ ધારાસભ્યો ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા છે. વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ૧૨ઃ૩૯ મિનિટે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્યમાં યોજાયેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આજના શપથ વિધિ સમારોહ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સિનિયર સભ્યો હાજર રહ્યા હતા. 

અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં ૧૧૧ બેઠકોના અંક ઉપર પહોંચી છે. તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે તમામ આઠ બેઠકો જીતીને વિજયપતાકા લહેરાવી છે જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, ધારીમાંથી જે.વી. કાકડીયા, કરજણમાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી આત્મારામ પરમાર, કપરાડામાંથી જીતુભાઇ ચૌધરી, ડાંગમાંથી વિજયભાઇ પટેલ તેમજ લિંબડીમાંથી કિરીટસિંહ રાણાનો વિજય થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here